બુધવાર, ડિસેમ્બર 11, 2024

ઈ-પેપર

બુધવાર, ડિસેમ્બર 11, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છટંકારાના લજાઈ પાસેની હોટલમાંથી ઝડપાયેલા જુગાર પ્રકરણમાં તપાસ માટે એસએમસી એસ.પી. નિર્લિપ્ત...

ટંકારાના લજાઈ પાસેની હોટલમાંથી ઝડપાયેલા જુગાર પ્રકરણમાં તપાસ માટે એસએમસી એસ.પી. નિર્લિપ્ત રાયની ટીમના ધામા : અનેકનાં તપેલા ચડે તેવી શક્યતા

(આઝાદ સંદેશ), રાજકોટ : મોરબી જિલ્લાના લજાઈ ગામ પાસે આવેલ હોટલમાં થોડા સમય પહેલા સ્થાનિક પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી અને જે તે સમયે આ રેડ ની કાર્યવાહી સામે અનેક સવાલો ઊભા થયા હતા અને આ રેડની તપાસ ગુજરાતના પોલીસ વડા દ્વારા એસએમસીને સોંપવામાં આવેલ છે જેથી કરીને ગઇકાલે એસએમસીના એસપી નિર્લિપ્ત રાય સહિતની ટીમ કમ્ફર્ટ હોટલે પહોંચી હતી અને જે રૂમની અંદર જુગારની રેડ થઈ હતી તે સહિતની બાબતોની ગુપ્ત તપાસ કરવામાં આવી છે. અને નિવેદનો પણ લેવામાં આવેલ છે જેથી કરીને આગામી દિવસોમાં ગુપ્ત તપાસના અંતે ધડાકો થવાના સંકેત મળી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, ટંકારાના લજાઈ પાસે આવેલ કમ્ફર્ટ હોટલના રૂમમાં જુગારની રેડ કરી હતી ત્યારે પ્લાસ્ટિકના ટોકન રાખીને જુગાર રમતા સાત શખ્સો મળી આવ્યા હતા અને તેની રોકડ રકમ ગાડીમાં રાખી હતી જેથી કરીને પોલીસે 12 લાખ રોકડા તેમજ અન્ય મુદામાલ મળીને 63.15 લાખનો મુદામાલ કબજે કરેલ હતો અને આરોપી ગોપાલભાઈ રણછોડભાઈ સભાડ, ચીરાગ રસીકભાઈ ધામેચા, રઘુવીરસિંહ ઉર્ફે દીપકસિંહ બહાદુરસિંહ જાડેજા, રવિ મસુખભાઈ પટેલ, વિમલભાઈ રામજીભાઈ પટેલ, ભાસ્કરભાઈ પ્રભુભાઈ પારેખ, કુલદીપસિંહ વનરાજસિંહ ગોહિલ, શૈલેષભાઈ ગંગદાસભાઈ ઠુમ્મર અને નિતેષભાઈ નારણભાઈ ઝાલરીયાને પકડવામાં આવેલ હતા અને રજનીકાંત ભરતભાઈ દેત્રોજા રહે. ચિત્રકુટ સોસાયટી મોરબી વાળાને પકડવાનો બાકી હતો. જો કે, પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી રવિ મનસુખભાઇ પટેલે તેનુ નામ ખોટું આપેલ છે જેથી કરીને તેનું સાચું નામ તીર્થ અશોકભાઈ ફળદુ હોય ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગુનામાં વધુ એક કલમનો ઉમેરો કરીને પોલીસ એ કાર્યવાહી કરી હતી જોકે હોટલની અંદર કરવામાં આવેલ જુગારની રેડને લઈને અનેક સવાલો ઉભા થયા હતા અને ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પણ કરવામાં આવી હતી જેથી કરીને આ બાબતની તપાસ જે તે સમયે રેન્જ આઇજી દ્વારા લીંબડીના ડીવાયએસપીને સોંપવામાં આવી હતી.
જોકે ગુજરાતના પોલીસ વડા દ્વારા આ ચકચારી જુગારની રેડ બાબતે એસએમસીને તપાસ સોંપવામાં આવી હોય ગઇકાલથી એસએમસીના એસપી નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી. કામરીયા સહિતનો કાફલો કમ્ફર્ટ હોટલ ખાતે પહોંચ્યો હતો અને સતત 9 કલાક સુધી જુદી જુદી બાબતોની તપાસ કરવામાં આવી હતી અને હાલમાં એસએમસીની ટીમે જે ગુપ્ત તપાસ કરેલ છે તેનો રિપોર્ટ ગુજરાત પોલીસ વડાને સોંપવામાં આવશે. તેવું અધિકારી સૂત્ર પાસેથી જાણવા મળેલ છે અને ગુપ્ત તપાસના અંતે કમ્ફર્ટ હોટલના રૂમમાં કરવામાં આવેલ જુગારની રેડમાં મોટો ધડાકો થવાના સંકેત હાલમાં મળી રહ્યા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર