બુધવાર, ડિસેમ્બર 11, 2024

ઈ-પેપર

બુધવાર, ડિસેમ્બર 11, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતરાજકોટમાં નવા વર્ષની ઉજવણી માટે સપ્લાય કરાયેલો દારૂ સુરત નજીકથી ઝડપાયો

રાજકોટમાં નવા વર્ષની ઉજવણી માટે સપ્લાય કરાયેલો દારૂ સુરત નજીકથી ઝડપાયો

એસએમસીની ટીમે દારૂ અને બે ટ્રેલર સહિત 1.27 કરોડનો મુદ્દામાલ કબજે કરી 6 શખસોને વોન્ટેડ જાહેર કર્યા

(આઝાદ સંદેશ),રાજકોટ: કામરેજ તાલુકાના ઉભેલ ગામની સીમમાં ને.હા.નં.48 ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે નાકાબંધી કરી બે ટ્રેઇલરમાં ભરેલા રૂ. 77 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક ચાલકને ઝડપી લીધો હતો. જ્યારે બીજા ટ્રેઈલરનો ચાલક ભાગી ગયો હતો. પોલીસે દારૂ ભરેલા બંને ટ્રેઇલર રાજકોટ મોકલનાર સહિત 6 શખ્સોને વોન્ટેડ જાહેર કરી કુલ રૂ.1.27 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ગુજરાત રાજ્ય સ્ટેટ મોનીટરીંગ સેલ (એસએમસી )ના પીઆઈ સી.એચ. પનારાને મળેલી બાતમી આધારે ને.હા.નં.48 ઉપર ઉભેલ ગામની સીમમાં મહાદેવ હોટલ પાસે નાકાબંધી કરી બે ટ્રેઈલર (નં.જીજે-19-વાય-2348 અને નં.જીજે-19-વાય-7993) ને અટકાવ્યા હતા. જેમાં એક ટ્રેઈલરનો ચાલક ભાગી ગયો હતો. જ્યારે એક ટ્રેઈલર સાથે વિવેક શ્યામસુંદર યાદવ (રહે.જગદીશપુર, જી. પ્રયાગરાજ, ઉત્તરપ્રદેશ)ને પકડી લીધો હતો. પોલીસે બંને ટ્રેઇલરની તલાસી લેતાં વિદેશી દારૂની 32,916 બોટલ કિંમત રૂ.77,00,916નો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે વિવેક યાદવની અંગજડતીમાંથી એક મોબાઇલ તથા રોકડા રૂ.2,850 કબજે કરી પૂછપરછ કરતાં ભાગી ગયેલા ટ્રેઇલર ચાલક અનિલ યાદવ તથા પોતાના મિત્ર રવિન્દ્ર રાજપુત સાથે બંને ટ્રેઇલરમાં વિદેશી દારૂ ભરીને રાજકોટ જતા હતાં. વિદેશી દારૂ ભરેલા ટ્રેઇલર મનેક પટેલે અજાણ્યા શખ્સને આપવા માટે મોકલ્યો હોવાની કબુલાત કરતાં પોલીસે ટ્રેઇલરના ચાલક અનિલ યાદવ, વિદેશી દારૂ સપ્લાયર મનેક પટેલ, વિવેક યાદવના મિત્ર રવિન્દ્ર રાજપૂત અને રાજકોટ ખાતે વિદેશી દારૂ મંગાવનાર અજાણ્યો શખ્સ અને બંને ટ્રેઇલરના માલિકને વોન્ટેડ જાહેર કરી કુલ રૂ.1,27,08,766નો મુદ્દામાલ કબજે કરી કામરેજ પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર