ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગોપાલ નમકીન ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી છે. જણાવવામાં આવી રહ્યું છે કે લોધિકાના મેટોડા જીઆઈડીસીમાં આવેલી ગોપાલ નમકીન ફેક્ટરીમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ગાડીઓ ત્યાં પહોંચી ગઈ હતી અને વોટર કેનનનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. ભીષણ આગના કારણે આકાશમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગમાં લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થવાની આશંકા છે.
રાજકોટના મેટોડા જીઆઈડીસીની ગોપાલ નમકીન કંપનીમાં આગની ઘટના બની હતી. ગોપાલ નમકીન કંપનીમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડ પહોંચી ગયું છે. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. આગને કારણે ગોપાલ નમકીનને મોટું નુકસાન થવાનો ભય છે.