બુધવાર, ડિસેમ્બર 11, 2024

ઈ-પેપર

બુધવાર, ડિસેમ્બર 11, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસ્પોર્ટ્સબોર્ડર ગાવસ્કર ટ્રોફી મેથ્યુ હેડને રાહુલ દ્રવિડનું નામ લઈને ભૂલ કરવા બદલ...

બોર્ડર ગાવસ્કર ટ્રોફી મેથ્યુ હેડને રાહુલ દ્રવિડનું નામ લઈને ભૂલ કરવા બદલ બધાની સામે માફી માંગી

ત્રીજી ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન મેથ્યુ હેડને કેએલ રાહુલના ઓપનિંગમાં પ્રવેશનું સમર્થન કર્યું છે. રાહુલ ઓપનિંગ કરે અને રોહિત શર્મા મીડલ ઓર્ડરમાં આવે. જોકે રાહુલનું નામ લેતી વખતે હેડને એક મોટી ભૂલ કરી હતી. આ પછી તેણે કેએલની માફી માંગવી પડી હતી.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બે મેચ થઈ ચૂકી છે. પર્થમાં રમાયેલી પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી હતી, જ્યારે એડિલેડમાં રમાયેલી બીજી મેચમાં કાંગારુ ટીમે જીત મેળવી હતી. શ્રેણી 1-1થી બરોબરી પર છે. હવે બંને ટીમો શ્રેણીમાં સરસાઈ મેળવવાના ઈરાદા સાથે તારીખ 14મી ડિસેમ્બરથી મેદાન પર ઉતરશે. બીજીટીની ત્રીજી ટેસ્ટ શનિવારથી શરૂ થશે. આ પહેલા ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી મેથ્યુ હેડને ભારતના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલને લઈને મોટી ભૂલ કરી હતી. આ પછી તેણે કેએલની માફી પણ માગી હતી. આવો જાણીએ શું છે મામલો?

હેડને કેએલ રાહુલના સ્થાને રાહુલ દ્રવિડનું નામ લીધું

એડીલેડ ટેસ્ટમાં મળેલી હાર બાદ ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન સુનિલ ગાવસ્કર અને ઓસ્ટ્રેલિયાના મેથ્યૂ હેડન ભારતની હારનું વિશ્લેષણ કરી રહ્યા હતા. ગાવસ્કરે રોહિત શર્માને આગામી ટેસ્ટમાં ઓપનિંગની વકાલત કરી હતી. જ્યારે રોહિત શર્મા 6 નંબર પર ઉતર્યો હતો પરંતુ તે પણ ફ્લોપ રહ્યો હતો. ગાવસ્કરે રોહિતને ઓપનિંગમાં અને રાહુલને મિડલ ઓર્ડરમાં ઉતરવાની સલાહ આપી હતી. જોકે મેથ્યૂ હેડન ગાવસ્કરના આ નિવેદન સાથે સહમત નહતા. તેણે ઓપનિંગમાં રહેવા માટે રાહુલને સપોર્ટ કર્યો હતો. પરંતુ તેમનું નામ લેવામાં તેઓએ મોટી ભૂલ કરી હતી.

તમને જણાવી દઈએ કે રોહિત શર્મા પોતાના બાળકના જન્મને કારણે સીરિઝની પહેલી ટેસ્ટમાં હાજર નહોતો રહ્યો. ત્યારબાદ રાહુલે ઓપનિંગ કરતી વખતે સારી બેટિંગ કરી હતી. રોહિત બીજી ટેસ્ટથી જ ટીમ સાથે જોડાયેલો હતો. હેડને રાહુલ વિશે કહ્યું કે તે તેને ઓપનિંગમાં જોવા માંગે છે. પરંતુ તેઓએ ભૂલથી રાહુલ દ્રવિડનું નામ લીધું હતું. “હું થોડો વધારે જિદ્દી બનીશ. હું આ તબક્કે બદલાઈશ નહીં. હું જાણું છું કે તમને ટોચના ત્રણમાં વધુ સારા પરિણામો જોઈએ છે. પરંતુ પર્થમાં મેં જે જોયું તેના પરથી ટેકનિકલ રીતે રાહુલ દ્રવિડ ત્યાં છે, એમ તેણે ઉમેર્યું હતું.

ગાવસ્કરે કરી ભૂલ, હેડને કેએલની માફી માંગી

સુનીલ ગાવસ્કરે તરત જ હેડનની ભૂલ પકડી લીધી. તેણે મજાકમાં કહ્યું, “જો તે રાહુલ દ્રવિડ હોત તો મને તે ગમશે, જેમ કે તમે કહ્યું હતું, પરંતુ તે કેએલ રાહુલ છે.” આ પછી ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ખેલાડીએ રાહુલની માફી માગી હતી. તેણે કહ્યું, “હું દિલગીર છું… કેએલ રાહુલ. હું દિલગીર છું. મને તે સમયનો વિચાર આવે છે જ્યારે તેણે (રાહુલ દ્રવિડે) એડીલેડમાં પ્રભુત્વસભર દેખાવ કર્યો હતો અને 2003-04ની શ્રેણીમાં અમને (ઓસ્ટ્રેલિયાને) હરાવ્યા હતા. આ એક દુઃસ્વપ્ન છે જે હું હજી પણ જીવું છું.”

સંબંધિત સમાચાર

તાજા સમાચાર