બુધવાર, ડિસેમ્બર 11, 2024

ઈ-પેપર

બુધવાર, ડિસેમ્બર 11, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છધોરાજીના મોટીમારડમાં ખેતરમાંથી ચાલવા બાબતે ખેડૂત પિતા-પુત્ર ઉપર સેઢા પાડોશી શખસનો દાંતરડાથી...

ધોરાજીના મોટીમારડમાં ખેતરમાંથી ચાલવા બાબતે ખેડૂત પિતા-પુત્ર ઉપર સેઢા પાડોશી શખસનો દાંતરડાથી હુમલો

હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ભાવેશભાઈ કાલરીયા અને દિનેશભાઇ કાલરીયાને સારવારમાં ખસેડાયા પાટણવાવ પોલીસે પ્રવિણ ઉર્ફે વિપુલ ધોરીયા સામે ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી

(અઝાદ સંદેશ), રાજકોટ : ધોરાજીના પાટણવાવ તાબેના મોટીમારડની સીમમાં ’આ મારું ખેતર છે અને મારા ખેતરમાંથી નહીં ચાલવાનું’ કહીં ખેડૂત પિતા-પુત્ર પર સેઢા પાડોશી શખ્સે દાંતરડાથી હુમલો કરતાં ગંભીર રીતે ઘવાયેલા પિતા-પુત્રને સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે પાટણવાવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, મોટીમારડમાં રહેતાં ભાવેશભાઇ દિનેશભાઇ કાલરીયા (ઉ.વ.41) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે પ્રવિણ ઉર્ફે વિપુલ સામત ધોરીયા (રહે. મોટીમારડ) નું નામ આપતાં પાટણવાવ પોલીસે બીએનએસ એક્ટ 118(1),352 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ અંગે ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ખેતીકામ કરે છે. ગઇ તા.04/12/2024 ના સવારના સમયે તેઓ મોટીમારડ ગામના સુરેશભાઈ ભુતની ખેતીની જમીન વાવવા રાખે છે ત્યાં હાજર હતો. તે જમીન તેઓ ગામના નિલેશભાઇ ગોરદાને ભાગે વાવવા આપે છે. તેમના ભાગ્યા નિલેશભાઈ ત્યાં વાવેલ ઘઉંના પાકમાં પાણી પાવાનું કામ કરતો હતો.
તે વખતે સેઢા પાડોશી પ્રવિણ ઉર્ફે વિપુલ ધોરીયા આવેલ અને નિલેશભાઇને કહેલ કે, મારા ખેતરમાં પાણી ચાલુ છે અને હું કલાક દોઢ કલાક સુધી બહાર જાવ છું, તુ મારૂ પાણી વારી દેજે જેથી તેમને કહેલ કે, એ નવરો નથી તમારે બહાર જવુ હોય તો થોડી વાર મોટર બંધ કરતા જાવ તેમ કહેતા પ્રવિણ ઉર્ફે વિપુલ ત્યાંથી જતો રહેલ હતો.
ત્યારબાદ બપોરના ઘરે જમીને તેઓ ભાદાજાળીયા ગામના માર્ગે આવેલ કાકાની ખેતીની જમીનમાં ટ્રેકટર ચલાવવા જતો રહેલ હતો. તે વખતે બપોરના દોઢેક વાગ્યે તેમના ભાગ્યા નિલેશભાઇનો ફોન આવેલ કે, મને પ્રવિણ ઉર્ફે વિપુલનો ફોન આવેલ કે, આ રસ્તો તમારો નથી તમે ત્યાંથી ચાલતા નહીં તેમ કહી ગાળો દેવા લાગેલ હતો.
જેથી તેઓએ પ્રવિણ ઉર્ફે વિપુલને ફોન કરી પુછેલ કે, તને શું વાંધો છે ? કેમ મારા ભાગ્યાને ગાળો આપે છે તો આરોપીએ ગાળો આપી અને કહેવા લાગેલ કે, મારા ખેતરમાંથી નહીં ચાલવાનું તેમ બોલવા લાગેલ અને કહેલ કે તુ ક્યાં છો જેથી તેને કહેલ કે, હું ભાદાજાળીયા વાળા માર્ગે છું તેમ બોલાચાલી થયેલ હતી. બાદમાં પ્રવિણ ઉર્ફે વિપુલ તેઓ જ્યાં ખેતરે ટ્રેકટર ચલાવતાં હતાં ત્યાં આવેલ અને બોલાચાલી કરી અને ગાળો દેવા લાગેલ તે વખતે ફરિયાદીના પિતા દિનેશભાઈ કાલરીયા પણ આવી ગયેલ હતા.
બાદમાં આરોપીએ ત્યાં પડેલ દાંતરડું ઉપાડી ફરિયાદી અને તેના પિતા પર હુમલો કરી દિધો હતો. બંને પિતા-પુત્રને લોહી નિકળવા લાગતા બંને ત્યાંથી નિકળી ગયેલ અને મોટીમારડ સરકારી દવાખાને સારવાર કરાવેલ હતી. બનાવ અંગે પાટણવાવ પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવાં તજવીજ હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર