બુધવાર, ડિસેમ્બર 11, 2024

ઈ-પેપર

બુધવાર, ડિસેમ્બર 11, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છજેતપુર-ધોરાજી હાઇ-વે ઉપર ટ્રાફિક શાખાના જમાદાર વતી 3500ની લાંચ લેતા ટીઆરબી સહિત...

જેતપુર-ધોરાજી હાઇ-વે ઉપર ટ્રાફિક શાખાના જમાદાર વતી 3500ની લાંચ લેતા ટીઆરબી સહિત બે ઝડપાયા

ફરિયાદીનું લાકડા ભરેલું વાહન દર મહિને નહીં રોકવા બાબતે માંગી’તી લાંચ : મિલકત જડતી કરવા તજવીજ

(આઝાદ સંદેશ),રાજકોટ: જેતપુર પોલીસની ટ્રાફીક શાખાના જમાદાર વતી રૂા.3500ની લાંચ લેતા ટ્રાફીક બ્રિગેડના બે શખસોને એસીબીએ રંગેહાથ ઝડપી લેતા જેતપુરના પોલીસ બેડામાં સન્નાટો છવાઇ ગયો હતો.
મળતી માહિતી મુજબ ફરિયાદી પોતાની બોલેરો પીકઅપ વાહનમાં લાકડા ભરી કારખાનાઓમાં સપ્લાય કરવાનું કામ કરે છે. જેથી ફરિયાદીને દર મહીને તેનું વાહન રોકી હેરાનગતિ નહીં કરવાના અને ગાડી ડીટેઇન નહીં કરવાના અવેજ પેટે જેતપુર ટ્રાફીક બ્રાંચના કોન્સ્ટેબલ પ્રતિક દેવમુરારીએ રૂા.3500ની લાંચ માંગી હતી. જેની એવી રીતે ગણતરી કરાવી કહ્યું કે, ઓક્ટોબર મહીનાના રૂા.1000, માર્ચ મહીનાના રૂા.1000 અને ચાલુ મહીનાના રૂા.1000 ઉપરાંત જેતપુર તાલુકા પોલીસ મથકના રૂા.500 મળી કુલ રૂા.3500 આપવા પડશે. પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતા નહીં હોવાથી એસીબીના ટોલ ફ્રી નંબરનો સંપર્ક કર્યો હતો. જેના આધારે એસીબી રાજકોટ એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ.ગોહીલે, પીઆઇ પી.એ.દેકાવાડીયાએ ટ્રેપ કરવાની સુચના આપી હતી. જેના પગલે જેતપુર-ધોરાજી હાઇવે રોડ પર આવેલ રાજશક્તિ પાન નામની દુાને એસીબીની ટીમ વોચમાં ગોઠવાઇ હતી. નક્કી થયા મુજબ ફરિયાદી ટ્રાફીક બ્રિગેડ વિક્રમ પાસે પહોંચ્યા હતા. તેની સાથે હેતુલક્ષી વાતચીત કરતા તેણે પોલીસ વતી નિયમીત રીતે લાંચની રકમ સ્વીકારવાનું કામ કરતા પ્રજાજન જતીનને રકમ આપવાનું કહ્યું હતું. પરિણામે જતીન રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે તેને અને બાદમાં ટ્રાફીક બ્રિગેડ વિક્રમને ઝડપી લીધો હતો. આ બંન્ને આરોપીઓ ઉપરાંત જમાદાર પ્રતિક વિરૂદ્ધ એસીબીએ ગુનો દાખલ કર્યો છે. હવે પ્રતિકને ઝડપી લેવા એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર