પોલીસે રૂ.1,10,480નો મુદ્દામાલ કબજે કર્યો
(આઝાદ સંદેશ), રાજકોટ : ગોંડલ શાકમાર્કેટની પાછળ જન સેવા સુવિધા કેન્દ્રની નજીક આવેલ સૌચાલય પાસે ગેરકાનૂની પ્રવૃત્તિઓ ધમધમતી હોવાની અનેક ફરિયાદો ઉઠતી હોય પોલીસ વિભાગના એસએમસી શાખા એ દરોડો પાડી વરલી મટકાનો જુગાર રમતા આઠ જુગારીઓને રોકડા રૂૂપિયા મોબાઇલ વાહન મળી કુલ રૂ.1,10,480 ના મુદ્દા માલ સાથે જળવી પડ્યા હતા.
મળતી માહિતી મુજબ, એસએમસીના પીએસઆઇ કે એચ જનકાત સહિતના પોલીસ કર્મચારીઓએ શાક માર્કેટમાં દરોડો પાડી વરલીનો ધંધો ચલાવનાર જાકિર સાજીદ અબુભાઈ લખાણી રહે ભગવત પરા, હનીફ ઉર્ફે ભૂરો હુસેનભાઈ દલ રહે રઘુવીર સોસાયટી, રફીક ઉમરભાઈ સમા રહે ભગવત પરા, મહેબૂબ ઉર્ફ અહેમદ સલીમભાઈ કુરેશી રહે સિપાઈ જમાત ખાના, સલીમ મજીદભાઈ આમદાણી રહે જસદણ, મોહન હરિભાઈ ઠુંમર રહે રાજકોટ, દલ રમેશભાઈ ભીલ રહે અનિડા ભલોડી તેમજ સવો મુનસિંગ ભુરીયા રહે પાંચિયાવદર વાળા ને રોકડા રૂપિયા 35,480, છ નંગ મોબાઈલ કિંમત રૂપિયા 45,000, એક વાહન કિંમત રૂપિયા 30,000 મળી કુલ રૂપિયા 1,10, 480 ના મુદ્દા માલ સાથે ઝડપી એટલે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
બીજા દરોડામાં ગોંડલ સિટી બી-ડિવિઝન પોલીસ મથકના સ્ટાફ દ્વારા કોલેજ ચોક વિસ્તારમાં તપાસ દરમિયાન જાહેરમાં વરલી-ફિચરના આંકડા લઇ જૂગાર રમતાં અક્રમ ઉર્ફે બકરો અબ્દુલભાઇ ડોડિયા (ઉ.વ.29)ની ધરપકડ કરી તેની પાસેથી રૂ.290ની રોકડ કબજે કરવામાં આવી છે.