બુધવાર, ડિસેમ્બર 4, 2024

ઈ-પેપર

બુધવાર, ડિસેમ્બર 4, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છજેતપુર ડિલિવરી કરે તે પૂર્વે જ રાજકોટ-લીંબડી હાઇવે પરથી અંગ્રેજી દારૂ ભરેલ...

જેતપુર ડિલિવરી કરે તે પૂર્વે જ રાજકોટ-લીંબડી હાઇવે પરથી અંગ્રેજી દારૂ ભરેલ ટેન્કર ઝડપાયું

સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડામાં રૂા.22.36 લાખની 3536 દારૂની બોટલ સહિત વાહન મળી કુલ રૂા.33 લાખનો મુદામાલ કબજે કર્યો

(આઝાદ સંદેશ),રાજકોટ: રાજકોટ-લીંબડી ધોરી માર્ગ પર આવેલા ચોટીલા નજીક એસએમસીએ દરોડો પાડી હોટલ બલદેવના કંપાઉન્ડમાં પાર્ક કરેલ ટેન્કરમાંથી રૂા.22.36 લાખની કિંમતના 3536 બોટલ વિદેશી દારૂ સાથે ટેન્કરના ચાલકને ઝડપી લઇ વાહન અને દારૂ મળી રૂપિયા 33 લાખનો મુદામાલ કબજે કરી નાસી છુટેલા જેતપુર પંથકના બુટલેગર સહીત ત્રણ શખસોની શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ 31 ડિસેમ્બર પુર્વે બુટલેગરો દ્વારા મોટાપાયે વિદેશી દારૂની હેરાફેરી રતા હોવાની સ્ટેટ મોનીટરીંગ સેલના ઘ્યાને આવતા આઇજી નિર્લિપ્ત રાયે આપેલી સુચનાને પગલે પીએસઆઇ એમ.એચ.સિનોલ સહીતના સ્ટાફે પેટ્રોલીંગ અને વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું ત્યારે ચોટીલા નજીક આવેલી બલદેવ હોટલના કંપાઉન્ડમાં પાર્ક કરેલા ટેન્કરમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની મળેલ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી રૂપિયા ટેન્કરની તલાશી લેતા તેમાંથી રૂા.22.36 લાખની કિંમતના 3536 બોટલ વિદેશી દારૂનો જથ્થો ભરીને લાવનાર રાજસ્થાનના બાડમેરનો અર્જુનદાસ આદુદાસ સતની ધરપકડ કરી હતી. પોલીસે દારૂ, ટેન્કર અને મોબાઇલ મળી કુલ રૂા.33 લાખનો મુદામાલ કબજે કર્યો છે. ઝડપાયેલ શખસની પ્રાથમિક પુછપરછ કરતા આ દારૂનો જથ્થો રાજસ્થાનના ચેનસીંગ શિવસીંગ રાજપુત, ગણેશ બિશ્ર્નોઇ અને દારૂનો જથ્થો મંગાવનાર રાજકોટ જિલ્લાના જેતપુરના શખસે મંગાવ્યા હોવાનું જણાવ્યું હતું. એસએમસી એ જેતપુર પોલીસ મથકે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર