બુધવાર, ડિસેમ્બર 4, 2024

ઈ-પેપર

બુધવાર, ડિસેમ્બર 4, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છબે પાડોશી પરિવાર વચ્ચે જમીન બાબતે બઘડાટી : મહિલા સહિત બેને છરી...

બે પાડોશી પરિવાર વચ્ચે જમીન બાબતે બઘડાટી : મહિલા સહિત બેને છરી ઝીંકાઇ

ઉપલેટાના વડાળી ગામનો બનાવ : બે વર્ષથી ચાલતા ડખ્ખામાં ગઈકાલે એક પક્ષે આઈસર રાખવા બીજા પક્ષના ઘર પાસેના ઓટલાના બેલા હટાવતા માથાકૂટ થઇ’તી : હુમલામાં ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા : સામસામે ફરિયાદ

(આઝાદ સંદેશ), રાજકોટ : ઉપલેટાના વડાળીમાં બે પાડોશી પરિવાર વચ્ચે બે વર્ષથી જમીન બાબતે વાંધો ચાલતો હોય તેમાં ગઈકાલે એક પક્ષે આઈસર રાખવા બીજા પક્ષના ઘર પાસેના ઓટલાના બેલા હટાવતા ધીંગાણું થયું હતું જેમાં મહિલા સહિત બેને છરીના ઘા લાગ્યા હતા. આ અંગે સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં હનિફ જુમાભાઈ જુણેજા (ઉ.વ.47, રહે.વડાળી ગામ, સોસાયટી નં.2, તા.ઉપલેટા)એ જણાવ્યું કે, હું ખેત મજુરી કામ કરું છું. મારી પત્નીનું નામ રોશન છે. મારે સંતાનના બે દિકરી અને બે દિકરા છે. ગઈકાલ તા.25/11/2024 ના રોજ હું તથા મારી પત્ની, મારી બે દિકરીઓ રેહાના અને અફસાના અને દિકરો અજીમ અને મારા ફઈનો દીકરો તારમામદ ગુલમામદ જુણેજા એમ બધા ઘરે હતા.
સાંજના સાડા નવેક વાગ્યે પાડોશમાં રહેતા હુસેન હાજીભાઇ જુણેજા આઈસર લઈને અમારા ઘર પાસે આવેલ હોય, ત્યાં આઈસર મુકવા મેં મારા ઘરની બહાર બેલાનો કાચો ઓટો કરેલ હોય જેમાંથી બેલા દુર કરેલ હોય જેથી મેં આ હુસેન તેમજ તેના દિકરા સદામને કહેલ હતુ કે, આઇસર જતું રહે પછી બેલા સરખા મુકી દેજો. તેમ કહેતા તેને સારૂ લાગેલ નહીં.
થોડી વાર બાદ હુસેન, તેનો દીકરો સદામ, જાવીદ કાળા જુણેજા, કાળાભાઈ હાજી જુણેજા એમ બધા શેરીમાં ઉભા હતા. હુસેને મને કહેલ કે, તારો આ ઓટો કાઢી નાખજે. નહીતર રેહેશે નહી. સાથે અપશબ્દ કહેતા મેં અપશબ્દ બોલવાની ના પાડતા હુસેને છરી કાઢી મારાં હાથમાં મારેલ. તેની સાથેના બીજા લોકો મને ઢીંકા પાટુનો માર મારવા લાગ્યા હતા. આ લોકો જતા રહ્યા પછી હું મારાં ઘર બહાર બેઠો હતો ત્યાં થોડી વારમાં દિલા કાળા જુણેજા, સિદી હાજી જુણેજા, સીરાજ સિદી જુણેજા તથા સમીર સીદી જુણેજા બધા આવેલ અપશબ્દો કહીં બોલવા લાગ્યા કે, તારા લીધે અમારી જમીન બે વર્ષથી પડતર છે. એમ કહીં આ લોકોએ મને આખા શરીરે ઢીંકા પાટુ મારેલ. મારા દિકરાને પણ મારેલ. મારો મોટો ભાઈ હારૂન આવી જતા તેને પણ માર મારેલ હતો. મને હાથમા છરીનો ઘા લાગ્યો હોવાથી ભાયાવદર બાદ જૂનાગઢ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડેલ. અમારે અને હુસેનને બે વર્ષથી જમીનનો ચાલવાનો રસ્તો તેમજ પાણી પાવા બાબતે વાંધો ચાલે છે.
સામાપક્ષે રોશનબેન હુસેન જુણેજા (ઉં. 45, રહે. વડાળી ગામ, સોસાયટી નંબર 2, તા. ઉપલેટા)એ હનિફ જુમા જુણેજા અને હારુન જુમા જુણેજા સામે ફરિયાદ નોંધાવી આક્ષેપ કર્યો હતો કે, આરોપીઓ સાથે બે વર્ષથી જમીનનો ચાલવાનો રસ્તો તેમજ પાણી પાવા બાબતે વાંધો ચાલતો હોય, બનાવના દિવસે આઈસર રાખવા હુસેન જુણેજાએ ઓટલાના બેલા દૂર કરતા હનિફને સારુ ન લગતા ઝઘડો કરી અપશબ્દો કહીં, મૂંઢ માર માર્યો હતો અને સાહેદ અમીનાબેનને છરી મારી સામાન્ય ઇજા કરી હતી. હારુને અપશબ્દો કહ્યા હતા. ભાયાવદર પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી આરોપીઓની અટકાયત કરવા તજવીજ હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર