સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડામાં રોકડા રૂ. 4.58 લાખ, ત્રણ વાહનો અને 26 મોબાઈલ મળી કુલ રૂ.6.58 લાખનો મુદામાલ કબજે કરાયો
(આઝાદ સંદેશ), સુરેન્દ્રનગર : પાટડીમાં ગત મોડી રાત્રે સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડામાં પાંચ મહિલાઓ સહીત કુલ 30 જુગારીઓ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. જેમાં ગાંધીનગર એસએમસી ટીમે આ જુગાર દરોડામાં રોકડા રૂ. 4.58 લાખ, ત્રણ વાહનો અને 26 મોબાઈલ મળી કુલ રૂ. 6.58 લાખનો મુદામાલ ઝબ્બે કરી પાટડી પોલીસ મથકે જુગાર અંગેનો ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ઘરી છે.
મળતી માહિતી મુજબ, પાટડી વેલનાથનગરમાં ધમધમતા હાઈ પ્રોફાઈલ જુગાર ધામ પર ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલે બાતમીના આધારે અચાનક દરોડો પાડી કિરણ ઉર્ફે અલ્પેશ પ્રહલાદભાઈ ઠાકોર (પાટડી), મુકેશ પ્રહલાદભાઈ ઠાકોર (પાટડી), ભરત રમેશભાઈ દેવીપૂજક (પાટડી), રાકેશ શ્યામજીભાઈ ઠાકોર (પાટડી), વાસીમ ઝીલનભાઈ સિપાઈ (સુરેન્દ્રનગર), મીનાજ ઉસ્માનભાઈ નાયક (પાટડી), અમિત દિલીપભાઈ ખખ્ખર (પાટડી), અસ્લમ શબ્બીરભાઈ સિપાઈ (પાટણ), લાલભા ભીખુભા ઝાલા (ઝીંઝુવાડા), ઝાહીર અબ્બાસ દાવલભાઈ બેલીમ (પાટડી), દેવપાલ રાજુભાઈ ઝાલા (દેત્રોજ), નરેશ મંગાભાઇ ઠાકોર (પાટડી), વખતસિંહ ભરતસિંહ સોલંકી (દેત્રોજ), વિજય મનહરભાઈ ભીલ (પાટડી), નિલેશગિરી વિષ્ણુગીરી ગૌસ્વામી (પાટડી), ભાર્ગવ અમૃતલાલ દેકાવડીયા (પાટડી), રસિક છનાભાઈ દેવીપૂજક (પાટડી), લાલભાઈ છનાભાઈ દેવીપૂજક (પાટડી), મોહસીન ઉર્ફે લારા બાબુભાઇ મંડલી (વિરમગામ), સરફરાઝ ઉર્ફે કાલુ હબીબભાઇ ફકીર (વિરમગામ), રામભાઈ ઉર્ફે વિક્રમ જીવાભાઈ ઠાકોર (પાટડી), અરવિંદસિંહ હરિભા મકવાણા (દેત્રોજ), કિરણ મંગાજી ઠાકોર (કડી), રાજુ પોલાભાઈ દેવીપૂજક (પાટડી), રમેશ રાસંગજી ઠાકોર (માંડલ), ખુશ્બુબેન ઉર્ફે કુસુમબેન અશ્વિનભાઇ પરમાર (વિરમગામ), રમીલાબેન ગોપાલભાઈ ઠાકોર (પાટડી), કાંતાબેન મગનભાઈ પરમાર (વિરમગામ), રમીલાબેન નાગરભાઈ પરમાર (વિરમગામ) અને જલીબેન તારાસંગજી ઠાકોર (પાટડી) મળી કુલ 30 જુગારીઓ રોકડા રૂ. 4,58,450, ત્રણ વાહનો કિંમત રૂ. 75,000 અને મોબાઈલ નંગ 26 કિંમત રૂ.1,25,000 મળી કુલ રૂ. 6,58,950ના મુદામાલ સાથે જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડી આ તમામ જુગારીઓ વિરુદ્ધ પાટડી પોલીસ મથકે જુગાર અંગેનો ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ તમામ જુગારીઓ વિરુદ્ધ પાટડી પોલીસ મથકે જુગાર અંગેનો ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ઘરી છે. ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના આ દરોડામાં પીએસઆઇ બી. એન. ગોહીલ સાહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો. ત્યારે ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલના આ જુગાર દરોડામાં પાટડી પોલીસ ઉંઘતી ઝડપાઈ હતી.