ગુરુવાર, ફેબ્રુવારી 6, 2025

ઈ-પેપર

ગુરુવાર, ફેબ્રુવારી 6, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છગાંધીધામમાં પતંગ ઉડાડયા બાદ અગાસીએથી ઉતરતી વખતે પિતા-પુત્રી પટકાયા: 10 મહિનાની દીકરીનું...

ગાંધીધામમાં પતંગ ઉડાડયા બાદ અગાસીએથી ઉતરતી વખતે પિતા-પુત્રી પટકાયા: 10 મહિનાની દીકરીનું મોત

બંને ઇજાગ્રસ્તોને રાજકોટ ખસેડવામાં આવ્યા હોય જેમાં દિપાંશીએ દમ તોડતાં પરિવારમાં ગમગીની

(આઝાદ સંદેશ), રાજકોટ : કચ્છના ગાંધીધામમાં પતંગ ઉડાડયા બાદ યુવાન પોતાની 10 મહિનાની દિકરીને તેડીને નીચે ઉતરી રહ્યા હતાં ત્યારે બંને પડી જતાં ઇજાઓ થતાં માસુમ દિકરીનું ગંભીર ઇજા થતાં મોત થયું હતું.
મળતી માહિતી મુજબ ગાંધીધામ શ્રીરામ સોસાયટીમાં રહેતાં પ્રવિણભાઇ મનજીભાઇ પરમાર તેની 10 મહિનાની દિકરી દિપાંશીને લઇને અગાસીએ પતંગ ચગાવવા ગયા હતાં.બાદમાં બપોરે જમવાનો સમય થતાં દિકરીને તેડીને નીચે ઉતરતાં હતાં ત્યારે નીચેના માળે પતરૂ હોઇ તેના કાઠા પર પગ દેવાઇ જતાં બ્લોક ખસી જતાં પિતા-પુત્રી બંને પટકાતાં ઇજાઓ થતાં ગાંધીધામ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
જ્યાંથી માસુમ દેવાંશીને વધુ ઇજા હોઇ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ રાત્રીના તેણીનું મોત નિપજ્યું હતું.
બનાવની જાણ થતાં રાજકોટ પોલીસે પ્રાથમિક કાર્યવાહી કરી ગાંધીધામ પોલીસને જાણ કરી હતી. પ્રવિણભાઇ રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. તેના પત્નિનું નામ શિતલબેન છે. દિપાંશી એક ભાઇથી નાની હતી. લાડકવાયી દિકરીના મોતથી પરિવારમાં શોકની કાલીમા છવાઇ ગઇ હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર