શનિવાર, ફેબ્રુવારી 21, 2026

ઈ-પેપર

શનિવાર, ફેબ્રુવારી 21, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટમાં ખાખીનો ખોટો રોફ? કે નકલી પોલીસનો આતંક?

રાજકોટમાં ખાખીનો ખોટો રોફ? કે નકલી પોલીસનો આતંક?


🟥 રાજકોટમાં ખાખીનો ખોટો રોફ? કે નકલી પોલીસનો આતંક?

રાજકોટ બસ પોર્ટના પાછળના વિસ્તારમાં કાલે સાંજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંબર પ્લેટ વગરના બાઈક પર સવાર એક શખ્સે રિક્ષા ચાલકને ટક્કર માર્યા બાદ પોતાની ઓળખ SOG પોલીસ તરીકે આપી દાદાગીરી કરી હોવાનો આરોપ છે.

રિક્ષા ચાલકે જ્યારે સમગ્ર ઘટનાનો વીડિયો બનાવવાનો પ્રયાસ કર્યો ત્યારે શખ્સે ગાળાગાળી કરી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં અનેક સવાલો ઊભા થયા છે.
જો શખ્સ ખરેખર પોલીસ કર્મી હોય તો નંબર પ્લેટ વગરનું બાઈક કેમ? અને જો નકલી હોય તો પોલીસના નામે આટલી હિંમત ક્યાંથી આવી? પોલીસ તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.


🟥 રાજકોટ શહેર SOG દ્વારા ગાંજાના જથ્થા સાથે બે ઈસમ ઝડપાયા

રાજકોટ શહેર SOG પોલીસે માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા છે. ગુપ્ત માહિતીના આધારે હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી ગાંજાનો જથ્થો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ ચાલુ છે અને આ નેટવર્ક પાછળ અન્ય કોણ સામેલ છે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.


🟥 મોરબી હત્યા મામલો: રાજકોટ સોની સમાજ દ્વારા સોની બજાર બંધ, રામધૂન બોલાવી

મોરબીમાં સોની સમાજના યુવાનની હત્યાના મામલે ભારે રોષ ફેલાયો છે. આ હત્યાના વિરોધમાં રાજકોટ સોની સમાજ દ્વારા સોની બજાર બંધ રાખી રામધૂન બોલાવવામાં આવી હતી.

સમાજના આગેવાનો દ્વારા હત્યા કરનાર આરોપીઓને પોલીસ કડકમાં કડક સજા કરે તેવી માંગ કરવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.


🟥 રાજકોટમાં 23 તારીખે થનારા ડિમોલેશન અંગે મનપા કમિશ્નર તુષાર સુમેરાનું નિવેદન

આગામી 23 તારીખે રાજકોટના જંગલેશ્વર સહિતના વિસ્તારોમાં થનારી ડિમોલેશન કામગીરીને લઈને રાજકોટ મહાનગરપાલિકા કમિશ્નર તુષાર સુમેરા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી નિયમ મુજબ કરવામાં આવશે અને કાયદો વ્યવસ્થા જાળવવા પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરવામાં આવશે.


🟥 રાજકોટ: જુના માર્કેટિંગ યાર્ડ નજીક અકસ્માત, 108ની દોડધામ

રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડ નજીક આજે એક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના કારણો અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.


સંબંધિત સમાચાર

તાજા સમાચાર