બુધવાર, ફેબ્રુવારી 25, 2026

ઈ-પેપર

બુધવાર, ફેબ્રુવારી 25, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છગાંધીનગરના રાયસણમાં આંબાવાડી ફાર્મ હાઉસમાં ઝાડ ઉપર લટકતી હાલતમાં શ્રમિકની લાશ મળી

ગાંધીનગરના રાયસણમાં આંબાવાડી ફાર્મ હાઉસમાં ઝાડ ઉપર લટકતી હાલતમાં શ્રમિકની લાશ મળી

આજે 25 ફેબ્રુઆરીને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

શહેરના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત મામલે મોટો ખુલાસો થયો છે. તપાસ અધિકારી ઝેડ આર દેસાઈએ માહિતી આપી કે, બિલ્ડર તુષાર ઘેલાણીએ આરોપી પૂનમ ભધોરીયાને બધા થઈને કુલ ચાર કરોડ રૂપિયા આપેલા હતા. આરોપી પૂનમ ભધોરીયાએ જોલી આર્કેડમાં બે દુકાનો પોતાના નામે લખાવી લીધી હતી.

પોલીસે હાથ ધરેલ તપાસમાં ચોકાવનારી વિગતો સામે આવી છે. આરોપી પૂનમ ભધોરીયાના વધુ નાણાકીય વ્યવહારો મળી આવ્યા છે. બેંક એકાઉન્ટના તપાસ કરાતા 92 લાખના વ્યવહાર મળ્યા છે. આ અગાઉ કરોડો રૂપિયા અને લેવડદેવડ પૂનમ ભદોરીયાએ કરી હતી. પૂનમ ભદોરીયા એ જોલી આર્કેડમાં બે દુકાનો પોતાના નામે લખાવી લીધી હતી. ઉપરાંત બ્લુ પોપીલોન નામની સ્કૂલ ઉપર પણ કબજો જમાવી રાખ્યો હતો. પૂનમ ભદોરીયા પોલીસ તપાસમાં સહકાર આપી રહી નથી. પૂનમ ભદોરીયાની બહેન પ્રિયા ભદોરીયા પણ ભૂગર્ભમાં ઉતરી ગઈ છે.

પોલીસે પૂછપરછ કરવા પ્રિયાને નોટિસ ફટકારી છે. તુષાર ઘેલાણી પાસેથી અત્યાર સુધીમાં કુલ ચાર કરોડથી વધુની રકમ ઉસેટી લીધી હોવાના વિવિધ પુરાવા એકત્રિત કરાયા છે. અલગ અલગ બેક વહેવારો પણ મળી આવ્યા પોલીસને. તપાસમાં 4 કરોડ રૂપિયા લીધા હોવાનો ખુલાસો થયો. બીજી બાજુ પૂનમે પણ જમીન અરજીમાં પુરાવા રજૂ કર્યા હતા.

  • રાજકોટ સિવીલ હોસ્પિટલની બેદરકારી, કમળાથી પિડીત યુવતીને બ્લડ કેન્સરનો રિપોર્ટ આપી દીધોરાજકોટ સિવીલ હોસ્પિટલની બેદરકારી આવી સામે. કમળાથી પિડીત યુવતીને બ્લડ કેન્સરનો રિપોર્ટ આપી દીધો. 18 વર્ષીય યુવતીને કમળો હોવાથી બ્લડ સેમ્પલ આપી રિપોર્ટ કરાવ્યો હતો. સિવીલ હોસ્પિટલ તંત્રે જ્યારે રિપોર્ટ સોંપ્યો તેમાં બ્લડ કેન્સર આવ્યું. પરિવારજનોએ જ્યારે રિપોર્ટમાં દર્દીની ઉંમર જોઇ તો તે રિપોર્ટ 40 વર્ષીય યુવતીનો હોવાનું ખુલતા શંકા ગઇ હતી. ખરાઇ કરતા રિપોર્ટ બદલાયો હોવાનો ખુલાસો થયો.
  • 25 Feb 2026 02:59 PM (IST)સુરતના લસકાણામાં જર્જરીત મકાનની દિવાલ ધરાશાયી, એકનુ મોત, એકને ઈજાલસકાણામાં જર્જરિત મકાનની દીવાલ ધરાશાઈ થઈ છે. જર્જરીત મકાનનો છજ્જા નો ભોગ તૂટી પડતા એકનું મોત થયું હતું. એકને ઇજા પહોચતા સારવાર અર્થે સ્મીમેર ખસેડાયો છે.  વર્ષો જૂનું મકાન હોવાથી બની ઘટના. લસકાણાના રામદેવનગરની ઘટના. ફાયર વિભાગ અને પોલીસ ઘટના સ્થળે. વર્ષો જૂની ઇમારત હોવા છતાં પાલિકાના આંખ આડા કાન. જર્જરીત ઇમારતનો ભાગ તૂટી પડતા બની ઘટના.
  • 25 Feb 2026 02:37 PM (IST)ગોગો પેપરના સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધ સંબંધિત મામલે હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી થઈગોગો પેપરના સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધ સંબંધિત મામલે હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી થઈ હતી. નશાકારક પદાર્થોમાં વપરાતા ગોગો પેપર અંગે 16 ડિસેમ્બરે જાહેર કરાયેલા જાહેરનામા પછી નોંધાયેલી તમામ FIR પર હાઈકોર્ટે સ્ટે મૂક્યો છે. સાથે જ 16 ડિસેમ્બર બાદની કાર્યવાહીમાં પકડાયેલ મુદ્દામાલ મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે 20 હજાર રૂપિયાના બોન્ડ પર મુદ્દામાલ પરત આપવાની પણ સૂચના આપી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર