શુક્રવાર, એપ્રિલ 3, 2026

ઈ-પેપર

શુક્રવાર, એપ્રિલ 3, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતવસ્તી ગણતરીમાં તમારે ઘરે બેઠા બેઠા જ જાતે ઓનલાઈન વિગતો ભરવી હોય,...

વસ્તી ગણતરીમાં તમારે ઘરે બેઠા બેઠા જ જાતે ઓનલાઈન વિગતો ભરવી હોય, તો આટલા સ્ટેપ ફોલો કરો, ગુજરાત માટે નક્કી કરાઈ છે આ તારીખ

India Census 2027 : ભારતની 16મી વસ્તી ગણતરી 1 એપ્રિલ, 2026 ના રોજથી શરૂ થઈ ચૂકી છે. 2027 ની વસ્તી ગણતરીમાં પ્રથમ વખત જ ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત નાગરિકોને ‘સ્વ-ગણતરી’ ની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે.

Census 2027: ભારત વિશ્વની સૌથી મોટી વસ્તી ગણતરી હાથ ધરી રહ્યું છે. આ વસ્તી ગણતરી, જે સંપૂર્ણપણે ડિજિટલ પ્રક્રિયા દ્વારા હાથ ધરવામાં આવશે. વસ્તી ગણતરી બે તબક્કામાં પૂર્ણ કરાશે. વસ્તી ગણતરી 2027 નો પ્રથમ તબક્કો 1 એપ્રિલથી શરૂ થયો છે. આ વખતની વસ્તી ગણતરી, અગાઉ હાથ ધરાયેલ તમામ વસ્તી ગણતરીઓની તુલનામાં ઘણીબધી બાબતોમાં અલગ છે. આ વખતે, ભારતના બધા રહેવાસીઓ પોતાની ગણતરી જાતે પણ કરી કરશે. આ માટે એક પ્રક્રિયા છે જેને ‘સ્વ-ગણતરી’ કહેવામાં આવે છે. આ પ્રક્રિયાનો ઉપયોગ કરીને વસ્તી ગણતરીની કવાયત પસંદગીના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં શરૂ થશે.

વસ્તી ગણતરી બે તબક્કામાં પૂર્ણ થશે

વસ્તી ગણતરી કમિશનર અને રજિસ્ટ્રાર જનરલ મૃત્યુંજય કુમાર નારાયણે દિલ્હીમાં સંબોધેલ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, વસ્તી ગણતરી 2027 બે તબક્કામાં પૂર્ણ થશે. પ્રથમ તબક્કામાં ‘ઘરની યાદી અને રહેઠાણની ગણતરી’ (HLO)નો સમાવેશ થશે, જે એપ્રિલથી સપ્ટેમ્બર 2026 સુધી ચાલશે. આ પછી બીજો તબક્કો – ‘વસ્તી ગણતરી’ (વસ્તીની વાસ્તવિક ગણતરી) હાથ ધરાશે. જે ફેબ્રુઆરી 2027 માં હાથ ધરવામાં આવશે.

પ્રથમ વખત જ ‘સ્વ-ગણતરી’ સુવિધા

2027માં હાથ ધરાનાર વસ્તી ગણતરીની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા ‘સ્વ-ગણતરી’ છે. આનો અર્થ એ છે કે, લોકો 16 ભાષાઓમાં ઉપલબ્ધ ખાસ વેબ પોર્ટલ દ્વારા – તેમના ઘરે બેઠા આરામથી, વસ્તી ગણતરીને લગતી તેમની વિગતો જાતે જ ભરી શકશે. ભારતના રહેવાસીઓને તેમની માહિતી ઓનલાઈન સબમિટ કરવા માટે 15 દિવસનો સમય ફાળવવામાં આવશે. ઓનલાઈન વસ્તી ગણતરી કરવા માટેનો સમયગાળો ડોર ટુ ડોર સર્વે શરૂ થાય તે પહેલાં તરત જ શરૂ થશે.

ગુજરાતમાં આગામી 5 એપ્રિલથી 19 એપ્રિલ, 2026 અને મહારાષ્ટ્રમાં 1 મેથી 15 મે 2026 સુધી સ્વ-ગણતરી કરી શકાશે. જો કે, ગુજરાતમાં 26મી એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી હોવાથી, વસ્તી ગણતરી માટે ડોર ટુ ડોર્ સર્વેની કામગીરી  20 એપ્રિલથી 19 મી મે સુધી હાથ ધરાનાર હતી તેમાં સંભવત ફેરફાર થઈ શકે છે. જો તમે ગુજરાત માટે નિર્ધારિત તારીખ પહેલા સ્વ-ગણતરી માટે https://se.census.gov.in પર SE પોર્ટલની મુલાકાત લેશો તો તમને એવુ કહેવામાં આવશે કે ગુજરાતમાં સ્વગણતરીની કાર્યવાહી માટેની તારીખમાં લોગઈન કરો.

સ્વ-ગણતરી કેવી રીતે કરવી? સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શિકા:

  • https://se.census.gov.in પર SE પોર્ટલની મુલાકાત લો
  • તમારા મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને લોગ ઇન કરો
  • નકશા પર તમારું સ્થાન ચિહ્નિત કરો
  • તમારા પરિવારની વિગતો ભરો
  • માહિતી સબમિટ કરો
  • તમારું SE ID મેળવો
  • ગણતરીકર્તાને SE ID પ્રદાન કરો

ડેટા સંપૂર્ણપણે ડિજિટલ અને સુરક્ષિત રહેશે

કેન્દ્ર સરકારે વસ્તી ગણતરીના આ વિશાળ અને ભગીરથ કાર્ય માટે રૂપિયા 11,718.24 કરોડનું બજેટ મંજૂર કર્યું છે. વસ્તી ગણતરી માટે તહેનાત 3.1 મિલિયનથી વધુ કર્મચારીઓ, મોબાઇલ એપ્લિકેશન દ્વારા ડેટા એકત્રિત કરશે અને તેને સીધા જ સર્વરરૂમમાં સબમિટ કરશે. ડેટા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મજબૂત નિયમો સ્થાપિત કરવામાં આવ્યા છે, જેનાથી દરેક નાગરિકની વ્યક્તિગત માહિતી સુરક્ષિત રહેશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર