બોટાદના પાળીયાદના સાયલા નજીક રતનપર અને છૈડા ગામ વચ્ચે કાર-બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઈકસવાર દંપતિનુ મોત થયું છે. બાઈક સવાર દંપતિનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. મૃતક દંપતિના મૃતદેહોને પાળીયાદ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા.
પાલનપુર અંબાજી હાઈવે પર બાઈક અને કાર વચ્ચે અકસ્માત, બેના મોત
પાલનપુર અંબાજી હાઈવે પર અકસ્માતમાં બેના મોત થયા છે. બાઈક અને કાર વચ્ચે અકસ્માતમાં ઘટના સ્થળે બે લોકોના મોત થયા હતા. ટક્કર થતા બાઈક પર સવાર બે લોકો ઘટના સ્થળે મોત નીપજયા. અંબાજી હાઈવે પર મુમનવાસ પાટીયા પાસે થયો અકસ્માત. મૃતકના મૃતદેહોને વડગામ રેફરલમાં ખસેડાયા છે. વડગામ પોલીસે વધુ તપાસ ધરી છે.
ખંભાળિયા પોલીસ સ્ટેશને AAP કાર્યકરો-પોલીસ વચ્ચે તડાફડી, પોલીસના ધાડેધાડા ઉતર્યા, ઈસુદાન ગઢવીને નજરકેદ કરાયા !
આમ આદમી પાર્ટીના બિહારના કાર્યકર ઉપર ખોટી કલમો લગાવીને પોલીસે કસ્ટડીમાં લેતા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને પોલીસ વચ્ચે ખંભાળિયા પોલીસ સ્ટેશને તડાફડી બોલાઈ છે. પોલીસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે બોલાચાલી અને હોબાળો થયાના વાવડ ફેલાતા જ, DYSP, LCB, SOG સહીત પોલીસના ધાડેધાડા ખંભાળિયા પોલીસ મથકે ઉમટ્યા હતા. પોલીસ અને આપ કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી. બિહારથી આવેલા આપ કાર્યકર દીપક કુમાર સિંગ પર થયેલ ફરિયાદ મામલે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આપ કાર્યકર પર લૂંટની કલમ ખોટી રીતે ઉમેરાઈ હોવાનો આરોપ લગાવાયો છે. ઇસુદાન ગઢવી પોલીસ કાર્યવાહી સામે આકરા પાણીએ. વીડિયો ઉતારતા કાર્યકરોને પોલીસે રોક્યા હતા. તેમજ પી.આઈ. સાથે ચકમક થતાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. આ બનાવને લઈને ઇસુદાન ગઢવીને નજરકેદ કરવામાં આવ્યા છે.


