શુક્રવાર, એપ્રિલ 10, 2026

ઈ-પેપર

શુક્રવાર, એપ્રિલ 10, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતઅમરેલીના રાજુલાના જાફરાબાદમાં મોડી રાત્રે આવ્યો ભૂકંપ

અમરેલીના રાજુલાના જાફરાબાદમાં મોડી રાત્રે આવ્યો ભૂકંપ

અમદાવાદના ચાંદખેડામાં 2 બાળકીના મોત મામલે મોટો ખુલાસો

અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીના મોતના મામલે પોલીસ તપાસ દરમિયાન અનેક મહત્વપૂર્ણ ખુલાસા સામે આવ્યા છે. પ્રાથમિક આશંકા મુજબ પુત્રપ્રાપ્તિની ઈચ્છા કારણે બાળકીની હત્યા કરવામાં આવી હોવાનો સંદેહ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ફોરેન્સિક સાયન્સ લેબ (FSL)નો રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે. અત્યાર સુધીની તપાસમાં પોલીસએ કુલ 25 લોકોના નિવેદન નોંધ્યા છે. ઘરમાંથી મળેલી એક ડાયરીમાં પત્નીની પુત્રપ્રાપ્તિ અંગેની ઈચ્છાનો ઉલ્લેખ મળ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે, જેમાં માતાએ પુત્ર માટે માનતા રાખી હોવાનું લખાણ હોવાનું કહેવાય છે. ઉપરાંત, પોલીસએ વધુ તપાસ માટે પતિ અને પત્નીના કોલ ડીટેઇલ રેકોર્ડ (CDR) પણ મંગાવ્યા છે જેથી સમગ્ર ઘટનાની કડી જોડાઈ શકે.

સુરત મનપાની ચૂંટણીમાં ટિકિટ વહેંચણી મુદ્દે આવ્યો ગરમાવો

સુરત મનપાની આવનારી ચૂંટણીમાં ટિકિટ વહેંચણીને લઈને ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના મવડી મંડળમાં ઉમેદવારોની પસંદગી મુદ્દે પેચ ફસાયો હોવાનું જાણવા મળ્યું છે. સેન્સ પ્રક્રિયામાં આવેલા કુલ 2062 દાવેદારોનું લિસ્ટ ફરીથી પ્રદેશ સ્તરે મંગાવવામાં આવ્યું છે, જેથી સમગ્ર પ્રક્રિયાનો પુનઃમૂલ્યાંકન થઈ શકે. સ્થાનિક નેતાઓ દ્વારા પોતાના માનીતા ઉમેદવારોના નામ આગળ ધપાવવા માટે લોબિંગ કરવામાં આવ્યું હોવાની રાવ સામે આવી છે, જેના કારણે સંનિષ્ઠ કાર્યકરોની બાદબાકી થવાની ફરિયાદો ઉઠી છે અને આ મુદ્દો સીધો ગાંધીનગર સુધી પહોંચી ગયો છે. ધારાસભ્યો અને સંગઠન વચ્ચેના જૂથવાદને કારણે સમગ્ર પ્રક્રિયા વધુ ગૂંચવાઈ ગઈ છે. ખાસ કરીને સુરતના પાટીદાર વિસ્તારના ઉમેદવારો નક્કી કરવામાં પણ ભારે ખેંચતાણ ચાલી રહી છે. હવે લિસ્ટના પુનઃમૂલ્યાંકન બાદ જ અંતિમ ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવશે તેવી શક્યતા છે.

આણંદ: કોંગ્રેસના યુવા નેતાને ‘નેતાગીરી’ ભારે પડી

આણંદમાં કોંગ્રેસના યુવા નેતાને ‘નેતાગીરી’ ભારે પડી હોવાનું સામે આવ્યું છે. ગણેશ ચોકડી વિસ્તારમાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરતા યુવા નેતા હર્ષિલ લંડનવાલાની પોલીસે ધરપકડ કરી છે. રેલવે ઓવરબ્રિજની કામગીરીને કારણે ગણેશ ચોકડીથી અમૂલ ડેરી સુધીનો માર્ગ સુરક્ષા કારણોસર બંધ રાખવામાં આવ્યો હતો, છતાં બેરિકેડ્સ હટાવી વાહનવ્યવહાર શરૂ કરાતા લોકોના જીવને જોખમ ઉભું થયું હતું. આ મામલે આણંદ ટાઉન પોલીસ દ્વારા જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઢોંસાકાંડમાં દંપતીના બ્લડ સેમ્પલમાંથી પણ એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ મળ્યું

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બે બાળકીઓના શંકાસ્પદ મોતનો મામલો વધુ ગૂંચવણભર્યો બન્યો છે. તપાસ દરમિયાન દંપતીના બ્લડ સેમ્પલમાંથી એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ મળ્યું છે, જ્યારે બાળકીઓના શરીરમાંથી પણ આ જ ઝેરી પદાર્થ મળ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બાળકીઓના પિતાએ અનાજમાં મુકવાની 10 ઝેરી દવાઓ ખરીદી હતી, જેમાંથી 8 મળી આવી છે અને બાકી 2 દવાઓ ક્યાં વપરાઈ તે દિશામાં તપાસ ચાલી રહી છે. આ સમગ્ર ઘટનામાં સામૂહિક આપઘાતનો પ્રયાસ કે પછી હત્યાની સંભાવના છે કે કેમ તે મુદ્દે તપાસ એજન્સીઓ સઘન તપાસ કરી રહી છે. હવે બાળકીઓના પોસ્ટમોર્ટમ (PM) રિપોર્ટ અને FSL રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર