ચીનના શાંક્સી પ્રાંતમાં કોલસાની ખાણમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં 90 કામદારોના મોત થયા છે, જ્યારે નવ ગુમ છે. અકસ્માત સમયે ખાણમાં 247 કામદારો હતા. રાષ્ટ્રપતિ શી જિનપિંગે ઝડપી બચાવ પ્રયાસો અને જવાબદારો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. આને ચીનની વર્ષોની સૌથી ખરાબ ખાણ દુર્ઘટના માનવામાં આવે છે.
ચીનના શાંક્સી પ્રાંતમાં એક મોટી કોલસા ખાણ દુર્ઘટનામાં 90 લોકોના મોત થયા છે, જ્યારે નવ લોકો હજુ પણ ગુમ છે. છેલ્લા દાયકામાં આ ચીનની સૌથી ખરાબ કોલસા ખાણ દુર્ઘટના હોવાનું માનવામાં આવે છે. રાજ્ય સમાચાર એજન્સી શિન્હુઆ અનુસાર, રાજધાની બેઇજિંગથી લગભગ 520 કિમી દૂર શાંક્સી પ્રાંતના કિન્યુઆન કાઉન્ટીમાં કોલસા ખાણમાં શુક્રવારે વિસ્ફોટ થયો હતો. અકસ્માત પહેલા કાર્બન મોનોક્સાઇડ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું, અને તેના થોડા સમય પછી જ એક મોટો વિસ્ફોટ થયો હતો.
શાંક્સી સૌથી મોટો કોલસા ઉત્પાદક છે.શાંક્સી ચીનનો સૌથી મોટો કોલસા ઉત્પાદક પ્રાંત છે. જોકે તાજેતરના વર્ષોમાં ચીને ખાણ સલામતીમાં સુધારો કરવાનો દાવો કર્યો છે, તેમ છતાં અકસ્માતો હજુ પણ ઓછા થયા નથી. ફેબ્રુઆરી 2023 માં, આંતરિક મંગોલિયામાં કોલસાની ખાણમાં ભૂસ્ખલનમાં 53 કામદારોના મોત થયા હતા. ગયા મહિને, શાંક્સીના લુલિયાંગ વિસ્તારમાં ખાણ અકસ્માતમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા હતા.


