શુક્રવાર, માર્ચ 6, 2026

ઈ-પેપર

શુક્રવાર, માર્ચ 6, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટમાં એક જ દિવસે અનેક ઘટનાઓ: અકસ્માત, આગ, શંકાસ્પદ મહિલા ઝડપાઈ; ટીમ...

રાજકોટમાં એક જ દિવસે અનેક ઘટનાઓ: અકસ્માત, આગ, શંકાસ્પદ મહિલા ઝડપાઈ; ટીમ ઈન્ડિયાની જીતથી શહેરમાં જશ્ન

રાજકોટ બ્રેકિંગ: શહેરમાં અકસ્માત, આગ અને અન્ય ઘટનાઓથી ચકચાર

રાજકોટ શહેરમાં આજે દિવસભરમાં વિવિધ વિસ્તારોમાંથી અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ સામે આવી છે. શહેરમાં અકસ્માત, આગ અને શંકાસ્પદ પ્રવૃત્તિઓના બનાવો સામે આવતા લોકોમાં ચકચાર મચી ગઈ હતી. બીજી તરફ ટીમ ઈન્ડિયાની સેમિફાઈનલ જીત બાદ શહેરમાં ઉજવણીનો માહોલ પણ જોવા મળ્યો હતો.

શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બનેલી ઘટનાઓમાં ઉમિયા ચોક ખાતે ટ્રિપલ અકસ્માત, મૈસુર ભગત ચોક પાસે કાર અકસ્માત, સરદારનગર વિસ્તારમાં મકાનમાં આગ, રેસકોર્સ રીંગરોડ વિસ્તારમાં બાળકીને લાલચ આપતી મહિલા ઝડપાઈ, પોલીસની ગાડી સાથે ફોટોશૂટ કરનારા યુવકોને ચેતવણી અને એક યુવાને સાતમા માળેથી કૂદી આત્મહત્યા કર્યાની ઘટના સહિતના બનાવો સામે આવ્યા છે.


ઉમિયા ચોક ખાતે ત્રણ વાહનો અથડાયા

રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર આવેલા ઉમિયા ચોક ખાતે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ ત્રણ વાહનો એકબીજા સાથે અથડાતા આ અકસ્માત થયો હતો.

અકસાન્ત થતા આસપાસના લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ કાબૂમાં લેવા પ્રયત્ન કર્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.


મૈસુર ભગત ચોક પાસે કાર અકસ્માત

શહેરના મૈસુર ભગત ચોક પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બંને કાર અચાનક સામસામે અથડાતા ઘટના બની હતી.

અકસાન્ત બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને કારમાં સવાર લોકોને બહાર કાઢવામાં મદદ કરી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.


સરદારનગર વિસ્તારમાં મકાનમાં આગ

રાજકોટના સરદારનગર મેઈન રોડ વિસ્તારમાં આવેલા એક મકાનમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી.

ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો.


બાળકીને લાલચ આપતી મહિલા ઝડપાઈ

રેસકોર્સ રીંગરોડ વિસ્તારમાં એક મહિલા પાંચ વર્ષની બાળકીને નાસ્તાની લાલચ આપી સાથે લઈ જતી હોવાની શંકા થતા સ્થાનિકોએ તેને રોકી હતી.

પૂછપરછ દરમિયાન મહિલાએ અલગ અલગ સરનામાં આપતા લોકોમાં શંકા વધુ વધી હતી. ત્યારબાદ સ્થાનિકોએ મહિલાને પોલીસને સોંપી દીધી હતી.


પોલીસની ગાડી સાથે ફોટોશૂટ કરતા યુવકોને પાઠ

બેડી બાયપાસ વિસ્તારમાં કેટલાક યુવકો પોલીસની ગાડી સાથે ફોટોશૂટ કરી રહ્યા હતા. આ દરમિયાન પોલીસની નજર પડતા યુવકોને રોકી પૂછપરછ કરવામાં આવી હતી.

પોલીસે તેમને ભવિષ્યમાં આવી હરકતો ન કરવા ચેતવણી આપી હતી.


સાતમા માળેથી કૂદી યુવાને જીવન ટૂંકાવ્યું

સ્પીડવેલ પાર્ટીપ્લોટ નજીક આવેલી લક્ષ્મણ ટાઉનશીપમાં એક યુવાને સાતમા માળેથી કૂદી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.

પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહને કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.


ટીમ ઈન્ડિયાની જીતથી રાજકોટમાં ઉત્સાહ

ટીમ ઈન્ડિયાની સેમિફાઈનલ જીત પછી રાજકોટ શહેરમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી. યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રાષ્ટ્રધ્વજ સાથે જીતની ઉજવણી કરી હતી.

શહેરના કેટલાક વિસ્તારોમાં વાહન રેલી અને ફટાકડાની સાથે લોકો જીતનો જશ્ન મનાવતા જોવા મળ્યા હતા.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર