ગુરુવાર, ઓક્ટોબર 22, 2026

ઈ-પેપર

ગુરુવાર, ઓક્ટોબર 22, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છરાજકોટના યુવકનું વીરપુર પાસે બાઈક સ્લીપ થતાં મોત

રાજકોટના યુવકનું વીરપુર પાસે બાઈક સ્લીપ થતાં મોત

​કોઠારીયા સોલ્વન્ટમાં રહેતો ગોપાલ માંગરોળીયા (ઉ.વ.25)ને ઉપલેટા માસીના ઘરે ગયો હોય ત્યાંથી પરત ફરતી વખતે ઓવરબ્રિજ પર અકસ્માત નડ્યો; સારવાર દરમિયાન શ્વાસ થંભી જતાં ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

રાજકોટ : ​રાજકોટના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રહેતા અને ગેરેજનું કામ કરતા ૨૫ વર્ષીય ગોપાલભાઈ અશોકભાઈ માંગરોળીયા ગત ૨૦ તારીખે ઉપલેટા ખાતે રહેતા પોતાના માસીના ઘરે ગયા હતા. ત્યાંથી રાત્રિના સમયે તેઓ બાઈક લઈને પરત પોતાના ઘરે આવી રહ્યા હતા ત્યારે આ ગમખ્વાર ઘટના બની હતી.

​પરત ફરતી વેળાએ વીરપુર નજીક આવેલા ઓવરબ્રિજ પર પહોંચતા અચાનક તેમનું બાઈક સ્લીપ થઈ ગયું હતું. વાહન પરથી કાબૂ ગુમાવી દેવાને કારણે તેઓ રોડ પર પટકાયા હતા, જેના પરિણામે તેમના માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

​ઘટનાની જાણ થતાં જ તેમને ત્વરિત સારવાર માટે પ્રથમ વીરપુર અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ડૉક્ટરો દ્વારા તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી પરંતુ ગંભીર ઈજાઓના કારણે તેઓ બચી શક્યા ન હતા.

​સારવાર દરમિયાન ગતરોજ હોસ્પિટલમાં જ ગોપાલભાઈનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં સિવિલ ચોકીના સ્ટાફે વીરપુર પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસ ટીમ તાત્કાલિક હોસ્પિટલ દોડી આવી જરૂરી કાગળો અને કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો.

​મૃતક ગોપાલભાઈ સંતાનમાં બે પુત્ર અને એક પુત્રીના પિતા હતા અને પરિવારના એકમાત્ર કમાતા યુવાન સભ્ય હતા. આ અચાનક બનેલી દુર્ઘટનાથી નાના બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે અને શોકગ્રસ્ત પરિવારમાં ભારે કલ્પાંત છવાયો છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર