સોમવાર, નવેમ્બર 16, 2026

ઈ-પેપર

સોમવાર, નવેમ્બર 16, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છમોટી પાનેલીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 5 ઝડપાયા

મોટી પાનેલીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 5 ઝડપાયા

ભાયાવદર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી રોકડ રૂ. ૧૪,૨૬૦ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો

રાજકોટ : રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત મોટી પાનેલી ગામેથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવ્યો છે. પોલીસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને રંગેહાથ ઝડપી પાડી તેમની પાસેથી રોકડ રકમ અને ગંજીપત્તાના પાના સહિત કુલ રૂ. ૧૪,૨૬૦નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

​રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં દારૂ અને જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા કડક સૂચના આપવામાં આવી છે. આ સૂચના અને ધોરાજી વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક સિમરન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ ભાયાવદર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એચ. રાખોલીયા અને તેમની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.

​દરમિયાન પોલીસને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, મોટી પાનેલી ગામના કોળીવાસ વિસ્તારમાં પ્રવીણ બટુક ધામેચાના ઘર સામે જાહેરમાં કેટલાક શખ્સો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે ભાયાવદર પોલીસે ત્વરિત દરોડો પાડીને જુગાર રમતા પ્રવીણ ઉર્ફે પદિયો ધામેચા, રવિ ભીખાભાઈ દેગામા, રાકેશ ઉર્ફે લાખો લાડાણી (રહે. ગીંગણી), ઉમંગ ઉર્ફે ગોગો સોલંકી અને વિજય વિઠ્ઠલભાઈ ઝીઝુવાડિયાને ઝડપી લીધા હતા.

​પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી રોકડા રૂ. ૧૪,૨૬૦ અને ગંજીપત્તાના પાના સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સમગ્ર સફળ કામગીરીમાં ભાયાવદર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. ડી.એચ. રાખોલીયા, એ.એસ.આઈ. ધરમચંદ કટોચ અને પોલીસ કોન્સ્ટેબલ અજયભાઈ સોરઠીયા જોડાયા હતા. હાલ તમામ પાંચેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.  

સંબંધિત સમાચાર

તાજા સમાચાર