સોમવાર, નવેમ્બર 16, 2026

ઈ-પેપર

સોમવાર, નવેમ્બર 16, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગની છાત્રાનો આપઘાત

રાજકોટમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગની છાત્રાનો આપઘાત

કાલાવડ રોડ પર સોનલ પાર્કમાં રહેતી અને વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતી ૧૮ વર્ષીય એન્જલબા સોલંકીએ પોતાના ઘરે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી’તી

રાજકોટ : ​રાજકોટના કાલાવડ રોડ પર સોનલ પાર્કમાં રહેતી અને વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી ૧૮ વર્ષીય એન્જલબા પ્રવિણસિંહ સોલંકીએ પોતાના ઘરે અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે. પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરી હતી.

​પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતકના પિતા યાર્ડમાં વેપાર ધંધો કરે છે અને થોડા સમય અગાઉ ઘઉંમાં નાખવાની દવા ઘરે લાવ્યા હતા, જે પી લેવાથી યુવતીનું ઘરે જ મોત નીપજ્યું હતું. મૃતક એક ભાઈ અને બહેનમાં નાના હતા, જ્યારે મોટો ભાઈ અવિવાહિત છે અને ગેસ કંપનીમાં નોકરી કરે છે.

​આપઘાતનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે અને પરિવારજનો પણ આ અંગે કોઈ માહિતી ધરાવતા નથી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આ આત્યંતિક પગલા પાછળનું સાચું કારણ જાણવા માટે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર