સોમવાર, નવેમ્બર 16, 2026

ઈ-પેપર

સોમવાર, નવેમ્બર 16, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતબિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે બે દોષિતોની આજીવન કેદની સજા મોકૂફ રાખી...

બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે બે દોષિતોની આજીવન કેદની સજા મોકૂફ રાખી જામીન મંજૂર કર્યા

૧૭ વર્ષથી વધુ સમયથી જેલમાં હોવાનું અને એક દોષિતની શારીરિક વિકલાંગતાનું કોર્ટે આપ્યું કારણ

(આઝાદ સંદેશ) નવી દિલ્હી : વર્ષ ૨૦૦૨ના ગુજરાત રમખાણોના બહુચર્ચિત બિલ્કીસ બાનો સામૂહિક દુષ્કર્મ અને હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે સોમવારે એક મોટો ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે આ કેસના ૧૧ દોષિતો પૈકી બે દોષિતોની આજીવન કેદની સજા સસ્પેન્ડ કરીને તેમને જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે.સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું હતું કે બંને દોષિતો અગાઉ જ ૧૭ વર્ષથી વધુનો સમય જેલમાં વિતાવી ચૂક્યા છે.

ચકચારી બિલ્કીસ બાનો સામૂહિક દુષ્કર્મ અને હત્યા કેસમાં ગુજરાત સરકાર દ્વારા સજા માફી નીતિ હેઠળ ૧૧ દોષિતોને મુક્ત કરવામાં આવ્યા હતા. જોકે, જાન્યુઆરી ૨૦૨૪ માં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના આ નિર્ણયને ફગાવી દઈને તમામ દોષિતોને ફરીથી જેલમાં ધકેલવાનો આદેશ આપ્યો હતો.આ કેસમાં સુપ્રીમકોર્ટે કોર્ટે નોંધ્યું હતું કે બે પૈકી એક દોષિત ગંભીર શારીરિક વિકલાંગતા ધરાવે છે. સાથે જ અપીલકર્તાઓ ૧૭ વર્ષથી વધુ સમય માટે જેલવાસ ભોગવી ચૂક્યા કોર્ટે તેમને જામીન પર મુક્ત કરવા હુકમ કર્યો હતો.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર