ગુરુવાર, નવેમ્બર 5, 2026

ઈ-પેપર

ગુરુવાર, નવેમ્બર 5, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતઉત્તરાખંડમા ગંગોત્રી હાઈવે પર કાર નદીમાં ખાબકતા 4 ગુજરાતીઓના મોત

ઉત્તરાખંડમા ગંગોત્રી હાઈવે પર કાર નદીમાં ખાબકતા 4 ગુજરાતીઓના મોત

ગુજરાતના પ્રવાસીઓ ઉત્તરકાશીથી ગંગોત્રી ધામ તરફ દર્શન માટે જઈ રહ્યા હતા ત્યારે સર્જાયો અકસ્માત

(આઝાદ સંદેશ) નવી દિલ્હી : ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગંગોત્રી નેશનલ હાઇવે પર ગુરુવારે સવારે ગંગનાની નજીક એક ઈનોવા કાર અચાનક કંટ્રોલ ગુમાવી બેસતા ઊંડી ખીણમાં વહેતી ગંગા નદીમાં ખાબકી હતી. આ કારમાં કુલ સાત લોકો સવાર હતા, જેમાંથી અત્યાર સુધીમાં ચાર લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. આ સિવાય બે લોકો નદીના તેજ વહેણમાં લાપતા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.નોંધનીય છે કે, આ કરુણ અક્સમાતમા મોતને ભેટનાર તમામ લોકો ગુજરાતના વતની હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ ઈનોવા કારમાં સવાર ગુજરાતના રહેવાસી પ્રવાસીઓ ઉત્તરકાશીથી ગંગોત્રી ધામ તરફ દર્શન માટે જઈ રહ્યા હતા ત્યારે ગંગનાનીમાં ગરમકુંડથી આશરે 20 મીટર આગળ ડબરાની તરફ આ દુર્ઘટના ઘટી હતી. હાલ પ્રશાસન દ્વારા તમામ યાત્રીઓના નામ, સરનામા અને સત્તાવાર ઓળખ મેળવવા કાર્યવાહી શરૂ કરી છે. અકસ્માતની જાણ થતાં જ ઉત્તરકાશીના જિલ્લાધિકારી પ્રશાંત આર્યના નિર્દેશ પર રાહત અને બચાવ ટુકડીઓ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી. સ્થાનિક પોલીસ, એસડીઆરએફ અને 108 એમ્બ્યુલન્સની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રેસ્ક્યૂ ટીમે નદી કિનારેથી ચાર લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે.

ઉલ્લેખનીય છે કે જે સ્થળે અકસ્માત સર્જાયો હતો ત્યાં ગંગા નદીનો પ્રવાહ અત્યંત તેજ હોવાથી નદીના વહેણમાં ગુમ થયેલા લોકોની શોધખોળ માટે તરવૈયાઓની મદદથી સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મનેરાથી એનડીઆરએફની 27 સભ્યોની ટીમ પણ સ્થળ પર રવાના કરવામાં આવી છે. ઘટના બાદ સ્થાનિક આપદા પ્રબંધન કેન્દ્ર અને મેડિકલ ટીમને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે, જેથી કોઈપણ ઘાયલ વ્યક્તિ મળે ત્યારે તેને તાત્કાલિક યોગ્ય સારવાર આપી શકાય. પ્રશાસનિક સ્તરે સમગ્ર ઘટના પર સતત નજર રાખવામાં આવી રહી છે. કાર અનિયંત્રિત થઈને નદીમાં કેવી રીતે ખાબકી તે અંગે અકસ્માતના સાચા કારણો જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર