ગુરુવાર, નવેમ્બર 5, 2026

ઈ-પેપર

ગુરુવાર, નવેમ્બર 5, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeઆંતરરાષ્ટ્રીયઅમેરિકી ચૂંટણીના પરિણામો બાદ ક્રૂડ ઓઈલમાં મોટો કડાકો, અઠવાડિયામાં 16 ટકાનો ઘટાડો

અમેરિકી ચૂંટણીના પરિણામો બાદ ક્રૂડ ઓઈલમાં મોટો કડાકો, અઠવાડિયામાં 16 ટકાનો ઘટાડો

ઈરાન યુદ્ધ સમાપ્ત થવાની આશાએ ભાવ બે મહિનાના તળિયે :ભારતને મોટી રાહત, 1 ડોલરના ઘટાડાથી વાર્ષિક રૂ. 18,000 કરોડની બચત

(આઝાદ સંદેશ) નવી દિલ્હી : અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને લાગેલા મોટા આંચકા અને સંસદના બંને ગૃહોમાં ડેમોક્રેટ્સને બહુમતી મળ્યા બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે. ચૂંટણી પરિણામોથી ઈરાન યુદ્ધ સમાપ્ત થવાની શક્યતા પ્રબળ બનતા બુધવારે ક્રૂડ ઓઈલના ભાવમાં 9 ટકાનો કડાકો બોલાયો હતો અને ભાવ બે મહિનાના તળિયે પહોંચી ગયા હતા. આજે પણ 1 ટકાથી વધુના ઘટાડા સાથે બ્રેન્ટ ક્રૂડ 93.86 ડોલર અને ડબલ્યુટીઆઈ ક્રૂડ 86.92 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું છે. આ અઠવાડિયે ક્રૂડના ભાવમાં કુલ 16 ટકાનો ઘટાડો થયો છે.

ભારતીય રિફાઈનરીઓ દ્વારા ઓમાન-દુબઈથી આયાત કરાતા હાઈ-સલ્ફર અને લો-સલ્ફર ક્રૂડની સરેરાશ કિંમત દર્શાવતું ‘ઈન્ડિયન બાસ્કેટ’ પણ 10 ટકા ઘટીને 107 ડોલર પર આવી ગયું છે. ભારત પોતાની જરૂરિયાતનું 90 ટકા ક્રૂડ ઓઈલ આયાત કરે છે. ક્રૂડના ભાવમાં પ્રતિ બેરલ 1 ડોલરનો ઘટાડો થવાથી ભારતના વાર્ષિક આયાત બિલમાં અંદાજે રૂ. 18,000 કરોડની બચત થાય છે. ઉલ્લેખનીય છે કે એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન ભારતનું ક્રૂડ આયાત બિલ વધીને 90.6 અબજ ડોલર પર પહોંચ્યું હતું. હાલના ઘટાડા વચ્ચે ઇન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેન સેશએ ચેતવણી આપી છે કે જો ખાડી દેશોમાં ક્રૂડનું ઉત્પાદન 2025ની દૈનિક 35 લાખ બેરલની સરેરાશથી ઓછું રહેશે, તો ડિસેમ્બરમાં બ્રેન્ટ ક્રૂડ 105 ડોલર અને 2027માં 140 ડોલર પ્રતિ બેરલને પાર જઈ શકે છે, જેનાથી વૈશ્વિક મોંઘવારી વધુ વકરી શકે છે. ભારતમાં મે મહિના પછી પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર