રાજકોટ : રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલ લોધીકા તાલુકાના રાવકી રોડ પર આવેલી પ્લાસ્ટીકની એક ફેક્ટરીમાં આગ ભભૂકી ઉઠતાં રાજકોટથી ફાયર ફાયટરો દોડી ગયા હતા. આગ પ્લાસ્ટીકના દાણા બનાવતી ફેક્ટરીમાં લાગી હોવાનો ફોન ફાયર બ્રિગેડમાં કોઇ સંજયભાઇ નામના રાહદારીએ કર્યો હતો. જો કે આગમાં કોઇ જાનહાની નથી. પણ અનેક વાહનો સળગી ગયાની વાત આવી રહી છે. ફાયર બ્રિગેડ સુત્રોના કહેવા મુજબ બપોરે પોણા ત્રણ વાગ્યે આગ ઓલવવાની કાર્યવાહી ચાલુ છે.
લોધિકાના રાવકી રોડ પર પ્લાસ્ટીકના દાણાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી : અનેક વાહનોને નુકશાન


