શુક્રવાર, સપ્ટેમ્બર 25, 2026

ઈ-પેપર

શુક્રવાર, સપ્ટેમ્બર 25, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છજામનગર પંથકમાં ડુપ્લીકેટ દારૂ સપ્લાય કરનાર હરિયાણાના બે શખસોને ઝડપી લેવાયા

જામનગર પંથકમાં ડુપ્લીકેટ દારૂ સપ્લાય કરનાર હરિયાણાના બે શખસોને ઝડપી લેવાયા

જામનગર : જામનગર તાલુકાના નેવી મોડા ગામના વાડી વિસ્તારમાં ડુપ્લીકેટ દારૂ બનાવતા સ્થળે પોલીસે રેઇડ દરમિયાન રૂા.7.28 લાખના મુદામાલ સાથે પાંચ શખ્સોને ઝડપી લીધા હતાં. આ પ્રકરણમાં નાસતા ફરતા રાજસ્થાન અને હરીયાણાના બે શખ્સોને એલસીબીની ટીમે દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગત મુજબ વર્ષ 2025માં કનસુમરા ગામ સાઢીયાપુલ પાસે આવેલ ” એસ્ટેટ” આવેલ ” કોલ ટ્રેડર્સ” ગોડાઉનમા અરૂણ ઉર્ફે કાલી સીતારામ સોની, જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા, મહિપાલસિંહ આશીષસિંહ રાણા નાઓને પકડી પાડી, ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવતી ફેકટરીમા રેઇડ કરી, આલ્કોહોલ સ્પીરીટ લીટર-800, ભેળસેળ યુકત દારૂ બનાવવાનો કેમીકલ પદાર્થ, આલ્કોહોલ મીટર , દારૂ બ્રાન્ડના ના સ્ટીકર, ઢાકણા, પ્લાસ્ટીકના સ્ટીકરોની પટ્ટીઓ મળી કિ.રૂ 8,23,000/-નો મુદામાલ સાથે ઝડપી લઇ ગુન્હો નોંધી પુછપરછ હાથ ધરતા આ ડુપ્લીકેટ દારૂના જથ્થામાં મુખ્ય આરોપી કિશનસીંગ જગમાલસીંગ શેખાવત (રહે. રાજસ્થાન)ની સંડોવણી ખુલી હતી.

તેમજ 2025માં જામનગર તાલુકાના નેવીમોડાગામે હરદીપસિંહ ઉર્ફે લાલો સુખુભા જાડેજા ની વાડીમા ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂ બનાવવા આલ્કોહોલ સ્પીરીટ/રંગ/પ્રવાહી પાણીમા ભેળસેળ કરી, ફલેવરકલર મીશ્રણ કરી,ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવતા હરદીપસિંહ ઉર્ફે લાલો મહાવિરસિંહ ઉર્ફ સુખદેવસિંહ, શ્રીરાજસિંહ ઉર્ફે સિધ્ધરાજસિંહ ઉપેન્દ્રસિંહ ઝાલા, અર્જુનસીંગ તેજસીંગ સોઢા, સુર્યપ્રતાપસીંગ ભાનુપ્રતાપસીંગ રાઠોડ, સૈતાનસીંગ ઉકારસીંગ રાઠોડ, સાવરલાલ ધેવરચંદ્ર મેવાળા સહિતનાને ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ, કેમીકલ પદાર્થ, કેમીકલ યુકત પદાર્થ ,કલર, ઢાકણા, પ્લાસ્ટીકના પાઉચ,પ્લાસ્ટીકના સ્ટીકરો,દારૂ ઓલ્કોહોલ માપવાનુ મીટર મળી કુલ રૂા 7,28,450ના મુદામાલ સાથે દબોચી લઇ પુછપરછ હાથ ધરતા આ કેસમાં મુખ્ય આરોપી તરીકે રોહતાસ ઉમદસીંગ સાગવાન (રહે. હરીયાણા)ની સંડોવણી ખુલી હતી.

દરમિયાન 2025માં ડુપ્લીકેટ દારૂ પ્રકરણમાં નાસતા-ફરતા બન્ને મુખ્ય આરોપીઓ અંગેની મળેલી બાતમીના આધારે જામનગર એલસીબી સ્ટાફે જુદી જુદી ટીમો બનાવી હરીયાણાના ભીવાની જિલ્લાના ભારીવાસ ગામમાંથી રોતાસ ઉમદસિંગ સાગવાન અને રાજસ્થાના સીકર જિલ્લાના શ્રીમાધવપુર તાલુકાના હાથીદે ગામના કિશનસિંગ જગમાલસિંગ શેખાવત નામના બન્નેને દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર