ગુરુવાર, નવેમ્બર 19, 2026

ઈ-પેપર

ગુરુવાર, નવેમ્બર 19, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયછેલ્લા ૧૨-૧૩ વર્ષમાં ૫૦ કરોડ ભારતીયોએ ગરીબીને હરાવી : વડાપ્રધાન મોદી

છેલ્લા ૧૨-૧૩ વર્ષમાં ૫૦ કરોડ ભારતીયોએ ગરીબીને હરાવી : વડાપ્રધાન મોદી

રાહુલ ગાંધીના આર્થિક આપત્તિના નિવેદન પર પીએમ મોદીનો પલટવાર : ફિક્કીના શતાબ્દી સંમેલનમાં વડાપ્રધાને વિશ્વ બેંકના અહેવાલનો હવાલો આપી દેશની આર્થિક પ્રગતિના આંકડા રજૂ કર્યા : ભારત અંદાજે ૭ ટકાના દરે વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર : ઓક્ટોબરમાં ૫૦ અબજ ડોલરની વિક્રમી નિકાસ

(આઝાદ સંદેશ) નવી દિલ્હી : વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ન્યૂયોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં ભારત આર્થિક આપત્તિ પર બેઠું હોવાની કરેલી ટિપ્પણીના એક દિવસ બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંકડાકીય તથ્યો સાથે જોરદાર વળતો પ્રહાર કર્યો છે. ગુરુવારે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના શતાબ્દી સંમેલનને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, વિશ્વ બેંકના તાજેતરના અહેવાલ મુજબ ભારતમાં માત્ર ૧૨-૧૩ વર્ષના ટૂંકા ગાળામાં ૫૦ કરોડ લોકોએ ગરીબીને માત આપી છે. તેમણે કહ્યું કે ભારત આજે અંદાજે ૭ ટકાના વૃદ્ધિદર સાથે વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર બની ગયું છે અને ઓક્ટોબર મહિનામાં દેશની ચીજવસ્તુઓની નિકાસ લગભગ ૫૦ અબજ ડોલરની વિક્રમી સપાટીએ પહોંચી છે.

ફિક્કીના શતાબ્દી સંમેલનને સંબોધતા વડાપ્રધાને મોદીએ ઉમેર્યું હતું કે, ભારતના મજબૂત આર્થિક પ્રદર્શનને કારણે જ મૂડીઝ, એસએન્ડપી, ફિચ, વિશ્વ બેંક અને એશિયન ડેવલપમેન્ટ બેંક જેવી વૈશ્વિક સંસ્થાઓ ભારતના વિકાસ દરના અંદાજમાં સતત વધારો કરી રહી છે. ૧૯૭૦ના દાયકાના કોંગ્રેસના ‘ગરીબી હટાવો’ નારા પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, તે સમયે દેશની વસ્તી જ ૫૦ કરોડ હતી અને ત્યારે પણ ગરીબી દૂર થઈ શકી હોત, પરંતુ અગાઉની સરકારોની નીતિઓમાં ખામી અને સાચી દાનતનો અભાવ હતો. લાયસન્સ ક્વોટા રાજ અને ફ્રેજાઇલ ફાઇવના તબક્કામાંથી બહાર નીકળીને છેલ્લા ૧૨ વર્ષમાં યુવાનો, ખેડૂતો, કામદારો અને ઉદ્યોગપતિઓના પરિશ્રમથી દેશની આર્થિક તસવીર બદલાઈ હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

‘ખાઓ, પીઓ અને મોજ કરોએ ભારતની સંસ્કૃતિ નથી : પીએમ મોદીએ બચતની આદત વધારવા ભાર મુક્યો

(આઝાદ સંદેશ) નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કેન્દ્રીય મંત્રી પરિષદ અને સચિવો સાથેની બેઠકમાં દેશમાં બચતની આદતને પ્રોત્સાહન આપવા પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ‘ખાઓ, પીઓ અને મોજ કરો’ એ ભારતીય સંસ્કૃતિ નથી.ગરીબી રેખામાંથી બહાર આવેલા લગભગ ૫૦ કરોડ લોકો બેફામ ખર્ચની આદતને કારણે ફરીથી ગરીબીમાં ન ધકેલાઈ જાય તેવી ચિંતા વ્યક્ત કરતા પીએમ મોદીએ બચતને પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું. આ ઉપરાંત, ૨૦૧૧થી ૨૦૨૩ દરમિયાન ગરીબી ઘટાડવામાં અને વામપંથી ઉગ્રવાદને ખતમ કરવામાં મળેલી સફળતા બાદ, વડાપ્રધાને આગામી પેઢીને બચાવવા માટે દેશમાંથી નશીલા પદાર્થોની લતને સંપૂર્ણપણે નાબૂદ કરવાને આગામી રાષ્ટ્રીય લક્ષ્ય બનાવવા આહ્વાન કર્યું હતું.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર