ગુરુવાર, નવેમ્બર 19, 2026

ઈ-પેપર

ગુરુવાર, નવેમ્બર 19, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeઆંતરરાષ્ટ્રીયચીનમાં ટ્રમ્પ, ઝિનપિંગ અને પુતિનની ઐતિહાસિક ત્રિપક્ષીય બેઠકથી વૈશ્વિક સમીકરણો બદલાશે

ચીનમાં ટ્રમ્પ, ઝિનપિંગ અને પુતિનની ઐતિહાસિક ત્રિપક્ષીય બેઠકથી વૈશ્વિક સમીકરણો બદલાશે

ત્રણ વીટો પાવર શક્તિઓ એક મંચ પર આવતા યુરોપમાં વ્યાપક બેચેની, ભારતની વિદેશ નીતિ સમક્ષ નવો પડકાર

(આઝાદ સંદેશ) નવી દિલ્હી : ચીનના શેનઝેન શહેરમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદીમિર પુતિન વચ્ચે એક ઐતિહાસિક ત્રિપક્ષીય બેઠક યોજાઈ છે. આ મહાસંમેલનને વૈશ્વિક સ્તરે ‘નવા ગ્લોબલ ઓર્ડર’ અને મલ્ટિપોલર વર્લ્ડની શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે, અમેરિકા, ચીન અને રુસ સર્વોચ્ચ ત્રણ મહાશક્તિઓ તરીકે ઉભરી આવ્યા છે. ચીનના રણનીતિ કાર આ ઐતિહાસિક બેઠકને ‘શેનઝેન ઇન્ટરનેશનલ સિસ્ટમ’ ગણાવી રહ્યા છે. આ બેઠકથી યુરોપિયન દેશોમાં ભારે બેચેની ફેલાઈ ગઈ છે, કારણ કે રુસને અલગ-થલગ કરવાના તેમના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે અને યુએનની ત્રણ વીટો પાવર શક્તિઓ એક મંચ પર આવી ગઈ છે.

ઈરાન-અમેરિકા અને રશિયા-યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધને કારણે વિશ્વભરમાં આર્થિક તણાવો જોવા મળી રહ્યા છે તેવામાં અમેરિકા, ચીન અને રુસ સર્વોચ્ચ ત્રણ મહાશક્તિઓ આજે ચીનમાં બેઠક કરી રહી છે. આ ત્રિપક્ષીય શિખર સંમેલનની વૈશ્વિક રાજનીતિ પર ઊંડી અસરો જોવા મળી રહી છે. ભારત માટે આ સ્થિતિ ગંભીર ચિંતન અને સચેત રહેવાનો સંકેત આપે છે. નિષ્ણાતોના મતે, અમેરિકા, રુસ અને ચીનના આ સમીકરણ વચ્ચે ભારતે પોતાની વિદેશ નીતિને વધુ સંતુલિત બનાવવી પડશે. ભારતે અગાઉ અપનાવેલી ‘ગુણનિરપેક્ષ’ નીતિ અને વર્તમાન વડાપ્રધાનની બહુપક્ષીય વ્યવસ્થા નીતિ હેઠળ તમામ દેશો સાથે સંબંધો જાળવીને આગળ વધવું અનિવાર્ય બન્યું છે. એશિયામાં બદલાતા શક્તિ સંતુલન વચ્ચે ભારત માટે કૂટનીતિક મોરચે સાવચેતીપૂર્વક પગલાં ભરવાનો સમય આવી ગયો હોવાનું નિષ્ણાંતો જણાવી રહ્યા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર