ગુરુવાર, નવેમ્બર 26, 2026

ઈ-પેપર

ગુરુવાર, નવેમ્બર 26, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છધોરાજીમાં પટેલ વુડન કારખાનાની ઓફિસમાં ધમધમતી જુગાર કલબ ઝડપાઈ : 7ની ધરપકડ

ધોરાજીમાં પટેલ વુડન કારખાનાની ઓફિસમાં ધમધમતી જુગાર કલબ ઝડપાઈ : 7ની ધરપકડ

કારખાનેદાર મહેન્દ્ર વાછાણી નાલ ઉઘરાવી જુગાર રમાડતો હોવાનો ખુલાસો, ચાર મહિલા સહિત કુલ સાત વ્યક્તિ ઝડપાયા અને રૂ. 1,86,350ની રોકડ કબ્જે કરતી ધોરાજી પોલીસ

રાજકોટ : ​ધોરાજીના જૂના ઉપલેટા રોડ પર આવેલા પટેલ વુડન કારખાનાની ઓફિસમાં ચાલતી જુગાર કલબ પર પોલીસે દરોડો પાડી કારખાનેદાર સહિત સાત વ્યક્તિને ઝડપી લીધા છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી રૂ. 1,86,350ની રોકડ રકમ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાથી સ્થાનિક વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે.

​ધોરાજી પોલીસ મથકના પીઆઇ બી.આર.પટેલના માર્ગદર્શન હેઠળ એએસઆઈ એ.આર.રાડા અને કોન્સ્ટેબલ રાજુભાઈ ભોળદેરીયા સહિતનો પોલીસ કાફલો વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે જૂના ઉપલેટા રોડ પર શુભ ફર્નિચરવાળા રસ્તા પર આવેલા મહેન્દ્ર વાછાણીના પટેલ વુડન કારખાનાની ઓફિસમાં બહારથી વ્યક્તિઓને બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસ ટીમે તત્કાલ દરોડો પાડી ઓફિસમાં જુગાર રમી રહેલા કારખાનેદાર સહિત કુલ સાત વ્યક્તિને રંગેહાથ ઝડપી લીધા હતા અને સ્થળ તપાસ શરૂ કરી હતી.

​પોલીસ કાર્યવાહીમાં પકડાયેલા વ્યક્તિઓમાં કારખાનેદાર મહેન્દ્ર કાંતિલાલ વાછાણી (ઉ.વ. 48, રહે. સ્ટેશન રોડ, મિતુલ કોમ્પલેક્ષ બ્લોક નંબર 10, ધોરાજી), પરેશ ધીરૂ માવાણી (ઉ.વ. 49, રહે. સ્ટેશન પ્લોટ, રામ મંદિર, ધોરાજી) અને અલ્તાફ લતીફ અગવાન (ઉ.વ. 40, રહે. ચામડીયા કુવા પાસે, ધોરાજી)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત હાલાબેન ઉર્ફે હસીનાબેન શૈલેષ દેસાણી (ઉ.વ. 37, રહે. જમનાવડ રોડ, ધોરાજી), જીન્નતબેન અલ્તાફ અગવાન (ઉ.વ. 42, રહે. ચામડીયા કુવા પાસે, ધોરાજી), જાગૃતીબેન રાહુલ ભીટ (ઉ.વ. 32, રહે. ફેરણી રોડ, ધોરાજી) અને હીનાબેન કિશોર દુધરેજીયા (ઉ.વ. 34, રહે. જમનાવડ રોડ, સંજયનગર, ધોરાજી) પણ ઝડપાયા છે.

​ઝડપાયેલા તમામ વ્યક્તિઓ પાસેથી પોલીસે કુલ રોકડ રૂપિયા 1,86,350 કબ્જે કર્યા છે. જુગાર રમવા અને રમાડવા અંગે ધોરાજી પોલીસે તમામ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી છે. કારખાનાની ઓફિસમાં ચાલતા આ જુગારધામનો પર્દાફાશ થતા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે અને પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર