ગુરુવાર, જાન્યુઆરી 30, 2025

ઈ-પેપર

ગુરુવાર, જાન્યુઆરી 30, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટભગવતીપરાની નવનિર્મિત હાઇસ્કૂલ પ્રાથમિક શાળા બની ગઇ ! : ગ્રાન્ટ આપવા સરકારની...

ભગવતીપરાની નવનિર્મિત હાઇસ્કૂલ પ્રાથમિક શાળા બની ગઇ ! : ગ્રાન્ટ આપવા સરકારની અનિચ્છા ?

મેયરના વોર્ડમાં જ મહાનગરપાલિકાએ રૂ.19.38 કરોડના ખર્ચે હાઇસ્કૂલ (માધ્યમિક શાળા) બનાવીને લોકાર્પણ પણ કરી દીધું પણ, હવે સરકાર પગાર સહિતની ગ્રાન્ટ મંજૂરી આપતી નહોય આખરે હાઇસ્કૂલને બદલેે પ્રાથમિક શાળા શરૂ કરી દેવાઇ..!

(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટ મહાનગર પાલિકા દ્વારા ભગવતીપરામાં રૂ. 19.38 કરોડ ઉપરાંતના ખર્ચે બનાવાયેલી હાઇસ્કૂલ (માધ્યમિક શાળા)નું કમુર્તામાં સાંસદ પરશોતમભાઇ રૂપાલાના હસ્તે કરાયા બાદ હવે આ શાળા હાઇસ્કૂલ કે માધ્યમિક શાળાને બદલે પ્રાથમિક શાળા બની ગઇ છે. મહાનગરપાલિકાના સુત્રોના કહેવા મુજબ રાજ્ય સરકારે હાઇસ્કૂલ માટે જરૂરી ગ્રાન્ટ આપવાની અનિચ્છા દર્શાવી છે. રાજ્ય સરકારની આ શાળાને જરૂરી ગ્રાન્ટ આપવાની અનિચ્છાના કારણે અનેક બાળકોનું હાઇસ્કૂલ અને માધ્યમિક કક્ષાનું સસ્તું શિક્ષણ નહીં મળે. હાલમાં આ શાળામાંં પ્રાથમિક શાળા શરૂ કરી દેવામાં આવી છે.મહાનગરપાલિકા દ્વારા મેયર નયનાબેન પેઢડીયાના વોર્ડ નં. 4માં આવેલા ભગવતીપરા વિસ્તારના બાળકોને હાઇસ્કૂલ અને માધ્યમિક કક્ષાનું સસ્તુ શિક્ષણ મળી રહે તે માટે રૂ.19.38 કરોડના ખર્ચે અત્યાધુનિક હાઇસ્કૂલ (માધ્યમિક શાળા) બનાવી છે. આ નવનિર્મિત માધ્યમિક શાળા(હાઈસ્કુલ)ના બિલ્ડીંગમાં કુલ 5084 ચો.મી.બિલ્ટઅપ એરિયાનું બાંધકામ કરવામાં આવ્યું છે.જેમાં, ગ્રાઉન્ડ ફ્લોર પર 14 ક્લાસરૂમ, 2 એક્ટીવીટી રૂમ, 2 સ્ટાફરૂમ, 1 એકાઉન્ટ રૂમ, 1 એડમિનિસ્ટ્રેશન ઓફીસ, 1 પ્રિન્સીપાલ ઓફીસ, 1 કાઉન્સેલિંગ રૂમ, 1 ચિલ્ડ્રન ટોય રૂમ, 2 ટોયલેટ બ્લોક, ફર્સ્ટ ફ્લોર પર 16 ક્લાસ રૂમ, 1 ઈ-લાઈબ્રેરી, 1 કમ્પ્યુટર લેબ, 3 લેબોરેટરી, 1 મિટીંગ રૂમ, 2 ટોયલેટ બ્લોક વગેરે જેવી સુવિધા આપવામાં આવી હોવાની જાહેરાત કરીને મહાનગરપાલિકાએ કમુર્તામાં તા. 12 જાન્યુઆરીએ રાજકોટ જિલ્લાના સાંસદ પરશોતમભાઇ રૂપાલાના હસ્તે લોકાર્પણ કરાવી નાખ્યું હતું. બીજી બાજું રાજ્ય સરકાર દ્વારા આ શાળામાં કેટલા વિદ્યાર્થીઓની સંખ્યા થાય તેમ છે અને કેટલાં શિક્ષકો સહિત વહિવટી સ્ટાફની જરૂર પડશે તે સહિતની વિગતો માંગી હતી. પણ, મહાનગરપાલિકાએ કોઇ પ્રકારના સર્વે વગર જ 19.38 કરોડના ખર્ચે આ શાળાનું આધુનિક ગણાતું બિલ્ડિંગ ખડકી દીધું હોય આથી રાજ્ય સરકારના સવાલ પે સવાલ સામે શું જવાબ આપવા એ અધિકારીઓ મુંઝવણમાં મુકાઇ ગયા હતા. આમછતાં 250થી 300 વિદ્યાર્થીઓની સંખ્યા અને અલગ અલગ વિષયોના શિક્ષકો તેમજ પ્રિન્સિપાલથી માંડીને ચોથા વર્ગના કર્મચારીઓની સંભવિત સંખ્યા વિશેની આંકડાકિય માહિતી રાજ્ય સરકારને મોકલી આપવામાં આવી હતી.
આ શાળામાં ગ્રાઉન્ડ ફ્લોરમાં 14 અને ફર્સ્ટફ્લોરમાં 16 એમ કુલ 30 ક્લાસરૂમ છે. એક ક્લાસરૂમમાં સરેરાશ 45 વિદ્યાર્થીઓની સંખ્યા ગણવામાં આવે તો પણ 1300થી વધુુ વિદ્યાર્થીઓનો સમાવેશ થઇ શકે તેમ છે. અને એ પણ એક જ સમયની શિફ્ટમાં ! આ સામે મહાનગરપાલિકાએ અગાઉ કોઇ જ સર્વે ર્ક્યા વગર રાજ્ય સરકારને 250થી 300 વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવી છે.
નિયમાનુસાર કોઇપણ ગ્રાન્ટેડ હાઇસ્કૂલ કે માધ્યમિક શાળાના પ્રિન્સિપાલથી માંડીને ચોથા વર્ગના કર્મચારીઓ અને શિક્ષકોની ભરતી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે અને તેનો પગાર પણ રાજ્ય સરકાર ચુકવે છે. ભગવતી પરાની આ હાઇસ્કૂલ અને કહેવાતી માધ્યમિક શાળામાં કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે એમ છે તેની સાચી આંકડાકિય માહિતી પણ મહાનગરપાલિકા રાજ્ય સરકારને આપી શકી નથી. આવી જ રીતે શિક્ષકોથી માંડીને ચોથા વર્ગના કર્મચારીઓની સંખ્યાની વિગતો પણ મહાનગરપાલિકા આપી શકી નથી.મહાનગરપાલિકાની આ અધકચરી માહિતીના કારણે રાજ્ય સરકારે મેયરના વોર્ડ નં.4ના ભગવતીપરામાં રૂ. 19.38 કરોડના ખર્ચે બનેલી અનેે સાંસદના હાથે ખુલી મુકાયેલી હાઇસ્કૂલ કમ માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ભરતી અને પગાર સહિતના મુદ્દે રાજ્ય સરકારે હાલના તબક્કે તો ગ્રાન્ટ આપવા અનિચ્છા દર્શાવી છે. આ કારણે મહાનગરપાલિકાએ શાળા બંધ ન રહે તે હેતુથી આ હાઇસ્કૂલ કમ માધ્યમિક શાળામાં પ્રાથમિક શિક્ષણ શરૂ કરાવી દીધું છે. ! અલબત, ભગવતીપરામા આવેલી નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાનું નવનિર્માણ થવાનું હોવાથી જ્યા સુધી રાજ્ય સરકારની મંજૂરી અને ગ્રાન્ટ ન મળે ત્યાં સુધી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને આ શાળામાં શિક્ષણની સગવવડતા અપાઇ હોવાનું મહાનગરપાલિકાના અધિકારીઓ બચાવ કરી રહ્યા છે.

ખુદ કમિશનર વિદ્યાસહાયક રહી ચુક્યા છે તો અધિકારીઓ ક્યાં થાપ ખાઇ ગયા..?
આશ્ર્ચર્યની વાત એ છે કે વર્તમાન કમિશનર તુષાર સુવેરા ખુદ અગાઉ વિદ્યા સહાયકની ફરજ બજાવી ચુક્યા છે. આથી શિક્ષણ સંબંધિત રાજ્ય સરકારના નિયમોથી તેઓ સુપેરે વાકીફ છે. શિક્ષણ ખાતાના અનુભવી કમિશનર હોવાછતાં મહાનગરપાલિકાના અધિકારીઓ રાજ્ય સરકારને સાચી વિગતો આપવામાં અને ગળે ઘૂંટડો ઉતારવામાં ક્યાં થાપ ખાઇ ગયા એ પણ ચર્ચાનો વિષય બની ગયો છે. અધિકારીઓએ કમિશનર સાથે ચર્ચા ર્ક્યાૃ વગર કે તેઓને વિશ્ર્વાસમાં લીધા વગર જ રાજ્ય સરકારને ‘સાચી ખોટી’ માહિતી આપી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર