આવી સ્થિતિમાં તેણે ફરી બેટમાં ધાર લાવવા માટે રણજી ટ્રોફીમાં ભાગ લેવાનો નિર્ણય લીધો છે. 13 વર્ષ બાદ તે આ ટૂર્નામેન્ટમાં પોતાની હોમ ટીમ દિલ્હી તરફથી રમવા ઉતર્યો છે.
ગત વર્ષ વિરાટ કોહલી માટે ખૂબ જ ખરાબ રહ્યું હતું. કોઈ પણ શ્રેણીમાં તે બેટથી કમાલ દેખાડી શક્યો નહતો. આ સાથે જ બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં પણ તે ખરાબ રીતે ફ્લોપ રહ્યો હતો. આખી સિરીઝમાં તે 23.75ની એવરેજથી માત્ર 190 રન જ બનાવી શક્યો હતો. આવી સ્થિતિમાં તે પોતાનું ફોર્મ પાછું મેળવવા અને પુનરાગમન કરવા માટે રણજી ટ્રોફી તરફ વળ્યો છે. 30 જાન્યુઆરી ગુરુવારથી શરૂ થઈ રહેલી રેલવે સામેની મેચમાં દિલ્હીની ટીમે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી. દિલ્હીની પ્લેઈંગ ઈલેવનમાં કોહલીનું નામ પણ સામેલ છે. એટલે કે 13 વર્ષ બાદ તે આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે ઉતર્યો છે. કોહલી છેલ્લે નવેમ્બર 2012માં યુપી સામે રણજી ટ્રોફી મેચ રમ્યો.
કોહલી કયા નંબરમાં આવશે?
વિરાટ કોહલી ટીમ ઇન્ડિયા માટે ટેસ્ટમાં 4 નંબર પર બેટિંગ કરે છે. આ સાથે જ પોતાની છેલ્લી રણજી મેચમાં તે આ નંબર પર બેટિંગ કરવા ઉતર્યો હતો. દિલ્હીની ટીમના કેપ્ટન આયુષ બદોનીએ જણાવ્યું છે કે તે રેલવે સામે આ જ નંબર પર બેટિંગ કરતો જોવા મળશે. છેલ્લે 2012માં તેણે આ ટૂર્નામેન્ટમાં બેટિંગ કરી હતી, તેણે ચોથા નંબર પર રમતી વખતે 14 અને 43 રન બનાવ્યા હતા. કોહલી માટે આ 24મી રણજી મેચ હશે. આ પહેલા તે આ ટૂર્નામેન્ટમાં 23 મેચ રમી ચૂક્યો છે, જેમાં તેણે 50.77ની એવરેજથી 1574 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 5 સદી પણ ફટકારી હતી.
રણજી મેચ માટે કેટલા પૈસા આપવામાં આવશે?
રણજી ટ્રોફીમાં 40થી વધુ મેચો રમી ચૂકેલા ખેલાડીઓને રોજના રુપિયા 60,000 મળે છે. રણજીમાં ગુ્રપ સ્ટેજની મેચો ચાર દિવસ સુધી ચાલે છે. આવી સ્થિતિમાં, તે આખી મેચથી 2 લાખ 40 હજાર રૂપિયા કમાય છે. જે રિઝર્વ ખેલાડીઓને એટલી જ મેચો રમવાનો અનુભવ હોય તેમને રોજના રુપિયા 30,000 મળે છે. તે જ સમયે, 20 થી 40 મેચની વચ્ચેના ખેલાડીઓને પ્લેઇંગ ઇલેવનમાં જોડાવા બદલ દરરોજ 50,000 રૂપિયા મળે છે, જ્યારે રિઝર્વ ખેલાડીઓને 25 હજાર સુધી મળે છે. કોહલી આ ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 23 મેચ રમ્યો છે. તે મુજબ તેમને રોજના 50 હજાર રૂપિયા મળશે. ચારેય દિવસની તેમની કુલ ફી ૨ લાખ રૂપિયા હશે.
દિલ્હીની પ્લેઇંગ ઇલેવન:
અર્પિત રાણા, સનત સાંગવાન, યશ ધુલ, આયુષ બદોની (કેપ્ટન), વિરાટ કોહલી, પ્રણવ (વિકેટકીપર), સુમિત માથુર, શિવમ શર્મા, નવદીપ સૈની, મણિ ગ્રેવાલ, સિદ્ધાંત.