(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટની ભાગોળે આવેલા શાપર વેરાવળમાં ઉતરાયણ પર્વ પૂર્વે એક કરૂણ ઘટના સામે આવી છે. જેમાં કારખાનામાં મજૂરી કામ કરતા શ્રમિક પરિવારનો 11 વર્ષનો તરૂણ કારખાનાના ધાબા પરથી ઈલેકટ્રીક સ્ટેશનના પોલ પર ફસાયેલી પતંગ લેવા જતાં વિજ શોક લાગ્યો હતો. વીજશોકથી તરૂૂણનું કમકમાટીભર્યુ મોત નિપજતા શ્રમિક પરિવારમાં અરેરાટી સાથેે ગમગીની છવાઈ જવા પામી છે.
મળતી વિગત મૂજબ શાપર વેરાવળમાં મસ્તક ફાટક પાસે આવેલા જે.કે. પેકેજિંગ નામના કારખાનામાં કામ કરતા બંગાળી પરિવારનો પુષ્પવિર શર્મા નામનો 11 વર્ષનો તરૂૂણ કારખાનાની અગાસી ઉપર હતો ત્યારે કારખાનાની બાજુમાં આવેલા ઈલેકટ્રિક સબ સ્ટેશનના પોલમાં ફસાયેલી પતંગ લેવા જતાં વીજકરંટ લાગ્યો હતો. ગંભી રીતે દાઝી ગયેલા તરૂૂણને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે કરૂૂણ કલ્પાંત સર્જાયો હતો.પ્રાથમિક પુછપરછમાં મૃતક તરૂૂણનો પરિવાર મુળ પશ્ર્ચિમ બંગાળના અલિપુરનો વતની છે. અને શાપરમાં મસ્તક ફાટક પાસે આવેલા જે.કે. પેકેજિંગ નામના કારખાનામાં કામ કરે છે. તરૂૂણ કારખાનાની અગાસી ઉપર હતો ત્યારે ઈલેક્ટ્રીક સબ સ્ટેશનના પોલમાં ફસાયેલી પતંગ લેવા જતાં વીજશોક લાગવાથી મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે શાપર પોલીસે નોંધ કરી તરૂૂણ પોતે પતંગ ચગાવતો હતો કે કપાયેલી પતંગ લેવા જતાં વીજશોક લાગ્યો તે જાણવા તપાસ હાથ ધરી છે.