ગુરુવાર, જાન્યુઆરી 9, 2025

ઈ-પેપર

ગુરુવાર, જાન્યુઆરી 9, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટસીસીટીવી સર્વેલન્સ અને આઇટીનો ગુજરાતનો સૌથી મોટો બિઝનેસ એકસ્પો યોજાશે

સીસીટીવી સર્વેલન્સ અને આઇટીનો ગુજરાતનો સૌથી મોટો બિઝનેસ એકસ્પો યોજાશે

તા.10, 11 ક્રાઇસ્ટ કોલેજ ખાતે બિઝનેસ એકસ્પોનું આયોજન : આઝાદ સંદેશની મુલાકાતે આવેલા આયોજકોએ આપી માહિતી

(આઝાદ સંદેશ),રાજકોટ : આજે સમગ્ર ભારતમાં સીસીટીવી, સીક્યોરીટી સિસ્ટમ અને સર્વેલન્સ હવે હાઈ સોસાયટી સિમ્બોલ ન રહેતા રોજીંદી જરૂરીયાત બની રહ્યું છે. માત્ર સરકારી ઓફીસો કે કોર્પોરેટસ માટે જ આ સુવિધાઓનો ઉપયોગ હવે ભુતકાળ બની ગયો છે. આજે વ્યવસાયની ઉપયોગીતા અને માંગ ફક્ત બેંકો કે મોટી કંપનીઓ સુધી જ ન રહેતા નાનામાં નાની દુકાનો અને રહેણાંક સોસાયટી સુધી વધી રહ્યા છે. આ સ્થિતિમાં સૌરાષ્ટ્ર સીક્યોરીટી એન્ડ સર્વેલન્સ એસોસિએશન’ના નેજા હેઠળ ઇન્ટરનેશનલ કક્ષાનાં બિઝનેશ એક્સ્પોનું આયોજન ગુજરાતભરના સીક્યોરીટી સિસ્ટમ અને સર્વેલન્સના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ માટે અને સમાજનો વિકાસ થાય એ હેતુથી દર વર્ષે રાજકોટ ખાતે કરવામાં આવે છે. આ વર્ષે તા.11 ક્રાઇસ્ટ કોલેજ ખાતે બિઝનેસ એકસ્પો આયોજિત કરવામાં આવ્યો છે.
દીલ્હી મુંબઈ પછી આ કક્ષાનો એક્સ્પો માત્ર રાજકોટમાં દર વર્ષે થાય છે. જે ગુજરાતભરમાં સહુથી પ્રથમ અને સહુથી મોટું આયોજન છે. આ સીસીટીવી, ફાયર એલાર્મ, ઇન્ટ્રઝન એલાર્મ સહીત ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ અને આઈટી સાથે જોડાયેલી તમામ મોટી કંપનીઓના 90 થી વધારે સ્ટોલ છે. આ એક્સ્પોમાં સર્વેલન્સ અને આઈટી સાથે જોડાયેલા ગુજરાતભરના 6000થી વધારે વેપારીમિત્રો જોવા માટે આવે છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી પણ વેપારીઓ આવે છે.
આ એકસ્પોમાં ગુજરાતભરના શહેરો તેમજ નાનામાં નાના ગામથી આવવા જવા માટેની વ્યવસ્થા એસોસીએશન કરે છે. તેમજ તેમની જમવાની વ્યવસ્થા જજજઅ દ્વારા કરવામાં આવે છે. જેથી નાનામાં નાના વેપારી પણ આ એક્સ્પોમાં જોડાઈ શકે અને અપડેટ થઈ શકે જેથી લોકો સુધી લેટેસ્ટ ટેકનોલોજીનો લાભ મળી શકે.
આ એક્સ્પોને સફળ બનાવવા માટે પ્રમુખ કૃણાલભાઈ ગોધાસરાની આગેવાની હેઠળ ઉપ પ્રમુખ જયદીપભાઈ પટેલ, સેક્રેટરી સુમીતભાઈ જાવિયા, ટ્રેઝરર પ્રશાંતભાઈ પરમાર, પ્રોજેકટ ચેરમેન મનીષભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ જતીનભાઈ સંઘાણી, એડવાઇઝર સુનીલભાઈ શાહ અને વિશાલભાઈ મહેતા તેમજ ટીમના મેમ્બર રમેશ પટેલ, પ્રીતેન પીઠડીયા, હરિકૃષ્ણ દલ, નીલેશ દલસાણીયા, ધર્મેશ ગાઠાણી, કીરીટ વરસાણી, ધર્મેશ ભાવસાર, દીપ ગઢવી, હિતેશ વાંદરા, પરેશ ચૌહાણ, અંજની પટેલ, નીલેશ ઘોડાસરા (મોરબી), નીરજ શુક્લા, નિશાંત બદીયાણી અને દિક્ષિત ડાભી(સુરેન્દ્રનગર) સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે. તેમ આઝાદ સંદેશની મુલાકાતમાં મેમ્બરોએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર