ગુરુવાર, ફેબ્રુવારી 6, 2025

ઈ-પેપર

ગુરુવાર, ફેબ્રુવારી 6, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરામચરિત ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા બાલસરમાં ગૌવંશ માટે આધુનિક હોસ્પિટલ નિર્માણ પામશે

રામચરિત ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા બાલસરમાં ગૌવંશ માટે આધુનિક હોસ્પિટલ નિર્માણ પામશે

તા.13મીએ લોકડાયરાનું ભવ્ય આયોજન : ‘આઝાદ સંદેશ’ની મુલાકાતે આવેલા આગેવાનોએ આપી માહિતી

(આઝાદ સંદેશ),રાજકોટ: રામચરિત ફાઉન્ડેશન ટ્રસ્ટ પરિવાર ગૌવંશને અધતન સારવાર મળી રહે તે હેતુથી રણજીતસિંહ નટવરસિંહ જાડેજાની બાલસર ખાતેની 2 એકર જગ્યામાં એક ભવ્ય અને આધુનિક હોસ્પિટલનું નિર્માણ કરવા જઇ રહ્યું છે. આ કાર્યમાં વિશેષ ઉર્જા મળી રહે તે હેતુથી તા.13ના રોજ પ્રતિપાલસિંહ છોટુભા ગોહીલ, ધર્મેન્દ્રસિંહ રાણા (પીન્ટુભાઇ ખાટડી) તથા ભરતસિંહ જાડેજા દ્વારા એક ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ડાયરામાં ગૌપ્રેમી રાજભા ગઢવી અને જીતુદાન ગઢવી સાહિત્યરૂપી સરીતા વહેતી કરશે. આ કાર્યક્રમમાં ખાસ સાધુ સંતો, અગ્રણી તથા અલગ અલગ ક્ષેત્રમાં રાજકોટને તથા રાષ્ટ્રને અગ્રેસર કરતા સાહિત્ય રસીકો ઉપસ્થિત રહેશે તેમ ધર્મેન્દ્રસિંહ રાણા (પીન્ટુભાઇ ખાટડી), ઓમભાઇ છાયા, ભાવિનભાઇ રાવલ તથા ભરતસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું.
ડાયરાનું આયોજન તા.13ના રોજ 150 ફુટ રીંગ રોડ પર સનાતનની સામેના રોડ પર ઓર્બીટ ગાર્ડનની જગ્યામાં રાત્રે 9 વાગ્યે કરવામાં આવ્યું છે. હોસ્પિટલના નિર્માણ વિશેની માહિતી માટે ઓમભાઇ રાજેશભાઇ છાયા-99791 19123, ભાવિનભાઇ રાવલ-95741 38331, ભરતસિંહ જાડેજા-93277 99999નો સંપર્ક કરવો તેમ ‘આઝાદ સંદેશ’ની મુલાકાતમાં આગેવાનોએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર