Homeરાજકોટસ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ વધુ એક વાર મળશે ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક,...
સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ વધુ એક વાર મળશે ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક, 6મેથી 8મે સુધી મુખ્યપ્રધાનના નિવાસ્થાને બેઠક યોજાશે
- ભાવનગરમાં મેયર પદને લઈને રાજકીય ચર્ચાઓ તેજ, મહિલા નેતાઓ વચ્ચે રસાકસીભાવનગરમાં મેયર પદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. પ્રથમ ટર્મ માટે સામાન્ય મહિલા ઉમેદવારને મેયર તરીકે પસંદ કરવાની ચર્ચાઓ ચાલી રહી છે, જેના કારણે વિવિધ મહિલા નેતાઓ વચ્ચે ભારે સ્પર્ધા જોવા મળી રહી છે. મેયર પદ માટે જ્ઞાતિગત સમીકરણો પણ મહત્વના બન્યા છે. ક્ષત્રિય, બ્રાહ્મણ અને પટેલ સમાજની મહિલા નેતાઓના નામો ચર્ચામાં આગળ આવી રહ્યા છે, જેના આધારે પાર્ટીમાં સંતુલન સાધવાની કવાયત ચાલી રહી છે. ચર્ચામાં આવેલા નામોમાં વર્ષાબા પરમાર, હીરાબેન કુકડીયા, દક્ષાબેન ભટ્ટ અને શીતલબેન જોશીનો સમાવેશ થાય છે. પાર્ટી સ્તરે અંતિમ નિર્ણય આગામી દિવસોમાં લેવામાં આવશે તેવી શક્યતા છે, જેના કારણે રાજકીય માહોલ વધુ ગરમાયો છે.
- 30 Apr 2026 12:15 PM (IST)સુરતઃ SBI બેંક લૂંટ કેસમાં સૌથી મોટી બેદરકારીનો ખુલાસોSuratમાં થયેલા SBI બેંક લૂંટ કેસમાં પોલીસ તપાસ દરમિયાન મોટી બેદરકારી સામે આવી છે. 50 લાખ રૂપિયાની લૂંટના આ પ્રકરણમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે, જેમાં લૂંટારૂઓએ બેંકની એલાર્મ સિસ્ટમના વાયર કાપ્યા ન હોવા છતાં પણ એલાર્મ ન વાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. માહિતી મુજબ બેંક સ્ટાફને એલાર્મ કેવી રીતે કાર્ય કરે છે તેની પૂરતી જાણકારી નહોતી, જેના કારણે સુરક્ષા વ્યવસ્થામાં ખામીઓ રહી ગઈ હતી. ત્રણ વાર બટન દબાવ્યા છતાં એલાર્મ સિસ્ટમ સક્રિય ન થઈ હોવાનું પણ સામે આવ્યું છે. લૂંટારૂઓ રોકડ અને મોબાઈલ લઈને ફરાર થવામાં સફળ રહ્યા હતા. આ ઘટનામાં આરોપીઓ “મિસ્ટર ઇન્ડિયા”ની જેમ ગાયબ થઈ જતા પોલીસ માટે પડકાર ઉભો થયો છે. તપાસ માટે 8થી વધુ પોલીસ ટીમો દ્વારા 200થી વધુ CCTV ફૂટેજ ચકાસવામાં આવ્યા છે અને પલસાણા સુધી તપાસ હાથ ધરવામાં આવી હોવા છતાં લૂંટારૂઓ હજુ સુધી પોલીસની પકડથી દૂર છે.
- 30 Apr 2026 12:00 PM (IST)નવસારીમાં મેયર પદને લઈને ભાજપમાં કવાયત તેજ, અશોક ધોરાજીયાનું નામ આગળNavsariમાં મેયર પદને લઈને ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક કવાયત શરૂ થઈ છે. પ્રથમ ટર્મ માટે સામાન્ય બેઠક પર પુરૂષ ઉમેદવારને મેયર તરીકે પસંદ કરવાની ચર્ચાઓ ચાલી રહી છે. પાર્ટી વર્તુળોમાં મળતી માહિતી મુજબ અશોક ધોરાજીયાનું નામ મેયર પદ માટે સૌથી આગળ માનવામાં આવી રહ્યું છે. તેમને અનુભવી અને સંગઠનના માહેર કાર્યકર તરીકે ઓળખવામાં આવે છે. અશોક ધોરાજીયાએ દક્ષિણ ગુજરાતના સંગઠન માળખામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જેના કારણે પાર્ટીમાં તેમના નામને લઈને સહમતિ બનવાની શક્યતા વધુ મજબૂત બની રહી છે.
- 30 Apr 2026 11:50 AM (IST)વડોદરા : SSG હોસ્પિટલમાં આજથી ડૉક્ટર્સની હડતાળVadodaraની SSG હોસ્પિટલમાં આજથી રેસિડેન્ટ ડોક્ટર્સે હડતાળ શરૂ કરી છે. તબીબો પર થયેલા હુમલાના વિરોધમાં ડૉક્ટર્સે વોર્ડ ડ્યુટી અને OPD સેવાઓનો બહિષ્કાર કર્યો છે. માહિતી મુજબ કોલ્ડ રૂમમાં વૃદ્ધ મહિલાનો મૃતદેહ ડીકમ્પોઝ થઇ જતા વિવાદ સર્જાયો હતો. આ ઘટનાથી નારાજ પરિજનો અને તબીબો વચ્ચે ઝપાઝપી થઈ હતી, જે બાદ તબીબો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાના વિરોધમાં તબીબોએ ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. પોસ્ટમોર્ટમ રૂમમાં બનેલી ઘટનાને લઈ તબીબોએ આકરું વલણ અપનાવ્યું છે. બીજી તરફ, હુમલો કરનાર સામે રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
- 30 Apr 2026 11:45 AM (IST)સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ વધુ એક વાર મળશે ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકસ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટ્રી બોર્ડની મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. આ બેઠક 6 મેથી 8 મે સુધી મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાશે, જેમાં મનપા, નપા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના હોદ્દેદારોના નામોને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. આ બેઠકમાં ખાસ કરીને મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના મહત્વના પદો માટેના નામો પર નિર્ણય લેવાશે. બેઠક પહેલાં તમામ જિલ્લાઓમાં ભાજપના નિરીક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવશે, જે 1 થી 3 મે દરમિયાન શહેર અને જિલ્લાઓમાં યોજાશે. 15 મહાનગરપાલિકાઓમાં મેયરની પસંદગી માટે નિરીક્ષકો દ્વારા કાર્યકરો અને આગેવાનોની અભિપ્રાય પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સાથે જ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે પણ આગેવાનો સાથે ચર્ચા કરીને સેન્સ લેવામાં આવશે. નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના નામોને લઈને પણ આ પ્રક્રિયા અંતર્ગત અંતિમ અભિપ્રાય એકત્રિત કરવામાં આવશે, જેના આધારે પાર્ટી અંતિમ નિર્ણય કરશે.