રાજકોટ શહેરના મુસાફરોને વધુ સારી અને અનુકૂળ પરિવહન સેવા ઉપલબ્ધ કરાવવાના હેતુથી આજથી રાજકોટ રેલવે સ્ટેશનના એક્ઝિટ ગેટ નંબર 2ની સામે રેપિડો બુકિંગ પોઇન્ટ શરૂ કરવામાં આવ્યો છે.
આ બુકિંગ પોઇન્ટ દ્વારા મુસાફરો સરળતાથી બાઈક, ઓટો અને કેબ રાઇડ્સ બુક કરી શકશે અને તેમને ઝડપી, સુરક્ષિત તથા પોસાય તેવી કિંમતે મુસાફરીની સુવિધા મળશે.
મુસાફરોની સહાય માટે અહીં 24×7 રેપિડોની ટીમ હાજર રહેશે, જે રાઇડ બુકિંગ અને અન્ય જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે. નવા ગ્રાહકોને તેમની પ્રથમ રાઇડ પર વિશેષ ડિસ્કાઉન્ટનો લાભ પણ મળશે.
હવે રાજકોટ રેલવે સ્ટેશનથી રાજકોટ શહેર ઉપરાંત ગુજરાતના અન્ય શહેરોમાં પણ રેપિડો દ્વારા સરળતાથી મુસાફરી કરી શકાશે.
દિવ્યરાજસિંહ ઝાલા
સિટી હેડ – રાજકોટ
રેપિડો


