ખરાબા માંથી ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા હિટાચી – ૩, ડમ્પર – ૪ મળી
કુલ રૂ.૨,૫૦,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ પકડી પાડતી રાજકોટ રેન્જ ટીમ
નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રવૃતિ આચરનારા ઇસમો ઉપર અંકુશ લાવવા તથા સરકારશ્રીની સંપતીને તેમજ કુદરતી સંપતીને નુકશાન કરતા ઇસમો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર શ્રી અપૂર્વ પટેલ નાઓના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી પી.એન.મોરી, શ્રી બી.સી.મીયાત્રા, શ્રી સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફ દ્વારા આવા ઇસમોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ તથા હ્યુમનસોર્સનો ઉપયોગ કરી રહેલ હતા.
દરમ્યાન મળેલ ચોકકસ હકિકત આધારે P.S.I. શ્રી બી.સી.મીયાત્રા તથા સ્ટાફના ધર્મેન્દ્રસિહ વાઘેલા, રાજદિપસિહ ઝાલા, દિલીપસિહ સિંધવ, ફતેસંગ પરમાર, અતુલભાઇ ડાભી તથા ડ્રા. ગોવીંદભાઇ ધાંધળ નાઓએ સુરેન્દ્રનગર જિલ્લાના ધજાળા પો.સ્ટે. વિસ્તારના ગુદીયાવાળા ગામની સીમમાં આવેલ સરકારી ખરાબાની જગ્યામાં કસુરદાર ગભરુ મોગલ ગેરકાયદેસર ખનીજની ચોરી કરતો હોય હકિકત વાળી જગ્યા પરથી હિટાચી મશીન (ત્રણ) તમામની કિ.રૂ.૧,૫૦,૦૦,૦૦૦/- ગણી કબ્જે કરેલ છે તેમજ ખાલી ડમ્પર (ત્રણ) (1) વાહન નંબર GJ-13 AX-9745 ડ્રાઈવર જસવંતભાઈ કાળુભાઈ કાંજીયા માલિક અરવિંદભાઈ તેજાભાઈ દેસા, (2) વાહન નંબર GJ-13 AX-9385 ડ્રાઈવર હાર્દિકભાઈ કાળુભાઈ કાંજીયા માલિક અરવિંદભાઈ તેજાભાઈ દેસાઈ, (3) વાહન નંબર GJ-13 AX-8308 ડ્રાઈવર હાજર મળેલ ન હતો તે કબ્જે કરેલ છે અને રોડ ઉપરથી કપચી ભરેલા ડમ્પર (એક) (1) વાહન નંબર DD-1-X-9356 ડ્રાઇવર પિન્ટુ લક્ષ્મણભાઈ નાયકા માલિક જીગરભાઈ ભુપતભાઈ ખેર નાઓ મળી આવતા ઉપરોકત (ચાર) ડમ્પરોની કિ.રૂ.૧,૦૦,૦૦,૦૦૦/- ગણી કુલ કિ.રૂ.૨,૫૦,૦0,000/- નો મુદ્દામાલ સીઝ કરી ધજાળા પોલીસ સ્ટેશનના સ્ટાફને બોલાવી ખાણખનીજ ના અધિકારીશ્રીઓને જાણ કરી આગળની કાયદેસરના દંડની કાર્યવાહી કરવા સારુ કસુરદારોને તથા મુદ્દામાલને સોંપી આપવામાં આવેલ છે.


