શુક્રવાર, જૂન 19, 2026

ઈ-પેપર

શુક્રવાર, જૂન 19, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતસુરતમાં કપલ સ્વેપિંગ રેકેટનો દાવો, પીડિતાએ ખોલ્યા ચોંકાવનારા રહસ્યો

સુરતમાં કપલ સ્વેપિંગ રેકેટનો દાવો, પીડિતાએ ખોલ્યા ચોંકાવનારા રહસ્યો

રાજકોટ: કપલ સ્વેપિંગ મુદ્દે એક યુવતીએ ગંભીર અને ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. યુવતીના જણાવ્યા અનુસાર તેના લગ્ન સુરતમાં થયા હતા અને લગ્નના લગભગ ત્રણ મહિના બાદ તેના પતિએ તેને કપલ સ્વેપિંગ અંગે જાણ કરી હતી. યુવતીનો દાવો છે કે આ પ્રકારની પ્રવૃત્તિઓ ઓનલાઈન પ્લેટફોર્મ અને ગ્રુપ્સ મારફતે પણ ચલાવવામાં આવે છે, જેમાં સમાજના વિવિધ વર્ગોના લોકો સંકળાયેલા હોય છે.

યુવતીએ આરોપ લગાવ્યો છે કે તેણે કપલ સ્વેપિંગમાં સામેલ થવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો, જેના કારણે તેના પતિ સહિત કેટલાક લોકોએ તેની સાથે માનસિક અને શારીરિક ત્રાસ ગુજાર્યો હતો. યુવતીના જણાવ્યા મુજબ આ મુદ્દે તેની સાથે મારપીટ પણ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાને લઈને તેણે કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલ આ મામલો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વિચારાધીન છે. યુવતીના આક્ષેપોએ કપલ સ્વેપિંગ જેવી પ્રવૃત્તિઓને લઈને ફરી એકવાર ચર્ચા જગાવી છે. જોકે, આ તમામ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ સંબંધિત તપાસ અને કોર્ટની કાર્યવાહી બાદ જ થઈ શકશે.

બાઈટ: પીડિતા

સંબંધિત સમાચાર

તાજા સમાચાર