રાજકોટમાં 21મી સદીમાં પણ મહિલાઓ પર થતી અમાનવીય પરંપરાનો એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. કેન્સરગ્રસ્ત પતિના અવસાન બાદ એક મહિલાને બળજબરીપૂર્વક મુંડન કરાવવા મજબૂર કરવામાં આવી હોવાનો આરોપ છે. પરિવારજનો દ્વારા પતિની યોગ્ય સારવાર કરાવવાના બદલે તેને ભુવા પાસે લઈ જવામાં આવ્યો હતો. પતિના મોતના માત્ર ત્રીજા દિવસે જ સાસુ અને નણંદના દબાણ હેઠળ મહિલાનું મુંડન કરાવવામાં આવ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ઘટનાને લઈને પોલીસે મહિલાની ફરિયાદના આધારે સાસરિયાઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ સમાજમાં હજુ પણ જીવંત રહેલી અંધશ્રદ્ધા અને કુરિવાજોને લઈને અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.
21મી સદીમાં મહિલા પર અત્યાચારની શરમજનક ઘટના, પતિના કેન્સરથી અવસાન બાદ પત્નીને મુંડન કરાવાયું


