ગુરુવાર, જુલાઇ 9, 2026

ઈ-પેપર

ગુરુવાર, જુલાઇ 9, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયસરકારે કસ્ટમ ડ્યુટી ઘટાડતા મોબાઇલ-લેપટોપ થશે સસ્તા

સરકારે કસ્ટમ ડ્યુટી ઘટાડતા મોબાઇલ-લેપટોપ થશે સસ્તા

કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ વધારવા તાત્કાલિક અસરથી મહત્ત્વનો નિર્ણય લીધો

(આઝાદ સંદેશ) નવી દિલ્હી : કેન્દ્ર સરકારે દેશમાં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ અને રોકાણને પ્રોત્સાહન આપવા સ્માર્ટફોન, વાયરલેસ ચાર્જર, કમ્પ્યુટર, લેપટોપ, સ્માર્ટ ટીવી, સ્માર્ટવોચ અને ફિટનેસ બેન્ડ જેવા ઇલેક્ટ્રોનિક આઇટમ્સમાં વપરાતા પાર્ટ્સ પરની બેઝિક કસ્ટમ ડ્યુટી સંપૂર્ણપણે માફ કરી છે. આ સાથે જ સરકારે આ પાર્ટ્સ પર મળનારી આયાત ડ્યુટીની છૂટને 31 માર્ચ, 2029 સુધી લંબાવી દીધી છે અને આ નવો નિયમ તાત્કાલિક અસરથી દેશભરમાં લાગુ થઈ ગયો છે.

કેન્દ્ર સરકારના કસ્ટમ ડ્યુટી અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ ડિસ્પ્લે મોડ્યુલ, સ્માર્ટફોન વાયરલેસ ચાર્જિંગ સિસ્ટમ અને લિથિયમ-આયન બેટરી બનાવવા માટે ઉપયોગમાં લેવાતા અનેક મહત્ત્વના પાર્ટ્સ પર કસ્ટમ ડ્યુટી હટાવી દેવામાં આવી છે. આ છૂટ મળવાને કારણે દેશમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મોટી સફળતા મળશે.આગામી સમયમાં આ ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે, જોકે તેનો અંતિમ નિર્ણય જે-તે ઇન્ડસ્ટ્રી પર નિર્ભર રહેશે.

સરકારના આ પગલાથી ઓટોમોટિવ, મેડિકલ અને ઇન્ડસ્ટ્રિયલ ઇક્વિપમેન્ટમાં વપરાતી ડિસ્પ્લે એસેમ્બલી બનાવતી કંપનીઓને સૌથી વધુ ફાયદો થશે. ડિસ્પ્લે સેલ, બેકલાઇટ યુનિટ, ફ્લેક્સિબલ પ્રિન્ટેડ સર્કિટ એસેમ્બલી, ફ્રેમ અને એનઆઇસઓટ્રોપિક કંડક્ટિવ ફિલ્મ જેવા જરૂરી ઇમ્પોર્ટેડ પાર્ટ્સ પર હવેથી કોઈ કસ્ટમ ડ્યુટી નહીં લાગે. આ ઉપરાંત, સ્માર્ટફોનના વાયરલેસ ચાર્જિંગ મોડ્યુલમાં વપરાતા એનએફસી, કંડક્ટર કોઈલ, નેનો-ક્રિસ્ટલાઈન એસેમ્બલી, ઈ-શીલ્ડ, પેટ લાઇનર અને ખાસ પ્રકારના મેગ્નેટ પર પણ ડ્યુટી મુક્તિ લંબાવવામાં આવી છે.સરકારે માત્ર ઇલેક્ટ્રોનિક સાધનો બનાવવા માટેના કાચા માલ કે સ્પેરપાર્ટ્સ પર જ ઇમ્પોર્ટ ડ્યુટી મુક્ત કર્યું છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર