ગુરુવાર, ઓગસ્ટ 13, 2026

ઈ-પેપર

ગુરુવાર, ઓગસ્ટ 13, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતકાલાવડના છત્તર ગામે પેટ્રોલ પંપ પર હુમલો, થાર કારમાં આવેલા શખ્સોની મારામારી...

કાલાવડના છત્તર ગામે પેટ્રોલ પંપ પર હુમલો, થાર કારમાં આવેલા શખ્સોની મારામારી CCTVમાં કેદ

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના છત્તર ગામે આવેલા એક પેટ્રોલ પંપ પર મારામારીની ગંભીર ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, થાર કારમાં આવેલા કેટલાક શખ્સોએ પેટ્રોલ પંપના કર્મચારીઓ સાથે બોલાચાલી કર્યા બાદ ઉશ્કેરાઈ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ કર્મચારીઓને માર માર્યો હોવાનો આક્ષેપ છે, જેના કારણે પેટ્રોલ પંપ પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

સમગ્ર ઘટનાના દૃશ્યો પેટ્રોલ પંપમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થયા છે. વાયરલ થયેલા ફૂટેજમાં થાર કારમાં આવેલા શખ્સો કર્મચારીઓ સાથે ઝપાઝપી અને મારામારી કરતા જોવા મળી રહ્યા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ હરકતમાં આવી છે અને CCTV ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. હાલ હુમલાનું ચોક્કસ કારણ જાણવા તપાસ ચાલી રહી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર