શનિવાર, જૂન 13, 2026

ઈ-પેપર

શનિવાર, જૂન 13, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટમાં પ્રિ-મોનસૂન કામગીરી તેજ: 700થી વધુ જર્જરિત મકાનોને નોટિસ

રાજકોટમાં પ્રિ-મોનસૂન કામગીરી તેજ: 700થી વધુ જર્જરિત મકાનોને નોટિસ

આવી છે. મેયર ડો. નેહલ શુક્લે જણાવ્યું હતું કે શહેરમાં 700થી વધુ જર્જરિત મકાનોને નોટિસ આપવામાં આવી છે, જેમાં સરકારી આવાસો ઉપરાંત ખાનગી માલિકીના મકાનોનો પણ સમાવેશ થાય છે.

મેયરે જણાવ્યું કે વરસાદી સિઝન દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે અધિકારીઓ સાથે સંકલન કરીને કામગીરી કરવામાં આવી રહી છે. જર્જરિત મકાનોના માલિકોને મકાન ખાલી કરવા તેમજ જોખમી માળખા દૂર કરવા માટે નોટિસ પાઠવવામાં આવી છે.

રાજકોટના ત્રણેય ઝોનમાં સર્વે હાથ ધરીને જોખમી મકાનોની ઓળખ કરવામાં આવી છે અને તબક્કાવાર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મહાનગરપાલિકાએ નાગરિકોને પણ વરસાદ પહેલાં પોતાના મકાનોની સલામતી ચકાસવા અપીલ કરી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર