એશિયન ગેમ્સ 2026 માટે NRAIએ મનુ ભાકરના નેતૃત્વમાં ભારતની 30 સભ્યોની શૂટિંગ ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં 18 રાઇફલ-પિસ્તોલ અને 12 શોટગન શૂટર્સનો સમાવેશ થાય છે, ખેલાડીઓ પાસેથી મેડલની આશા છે. આ વચ્ચે એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે.ઓલિમ્પિક મેડલિસ્ટ મનુ ભાકરના કોચનું નિધન થયું છે.
ભારતીય રમત જગત માટે દુ:ખદ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. દેશના સૌથી પ્રખ્યાત શૂટરોમાંના એક અને એશિયન ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતા જસપાલ રાણાનું અવસાન થયું છે. તેઓ 49 વર્ષના હતા.અનુભવી શૂટર જસપાલ રાણાનું નિધન થયું છે.જસપાલ રાણાએ એશિયન ગેમ્સ અને CWGમાં ભારત માટે મેડલ જીત્યા હતા, જ્યારે ગત્ત ઓલિમ્પિકમાં, તેમના કોચિંગ હેઠળ, યુવા શૂટર મનુ ભાકરે 2 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.
મનુ ભાકરના કોચનું નિધનરિપોર્ટ અનુસાર જર્મનીમાં શૂટિંગ વર્લ્ડ કપમાંથી પરત ફરી રહેલા રાણાને અચાનક છાતીમાં દુખાવો થતો હતો અને તેમને દિલ્હીના સાકેત સ્થિત મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સર્જરી કરવામાં આવી હતી, પરંતુ તેમની તબિયત વધુ બગડી અને તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.તમને જણાવી દઈએ કે, ડબલ ઓલિમ્પિક્સ મેડલ વિજેતા મનુ ભાકરના કોચ જસપાલ રાણાનું આજે સવારે મેક્સ સાકેત હોસ્પિટલમાં નિધન થયું છે.નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયા (NRAI) ના પ્રમુખ કલિકેશ નારાયણ સિંહે આ માહિતી આપી છે.
જસપાલ રાણાના પરિવારમાં કોણ કોણ છે જાણો
જસપાલ રાણાનો જન્મ 1976માં ઉત્તરાખંડના એક ગઢવાલી પરિવારમાં થયો હતો.તેમના પિતા નારાયણ સિંહ રાણા 1971ના યુદ્ધ લડી ચૂક્યા છે. જેમણે ભારત-તિબેટીયન બોર્ડર પોલીસમાં સેવા આપી હતી અને બાદમાં 2000માં ઉત્તરાખંડના પ્રથમ રમતગમત મંત્રી બન્યા હતા.તેમના પિતાને શૂટિંગ રમતોમાં પણ રસ હતો અને તેઓ જસપાલના પહેલા કોચ હતા. જસપાલને બે ભાઈ-બહેન સુષ્મા સિંહ (રાણા) અને સુભાષ રાણા છે, તેમના બંને ભાઈ-બહેન પણ કુશળ શૂટર છે.
જસપાલ રાણા જીતી ચૂક્યા છે અનેક મેડલ
જસપાલ રાણાએ 1994માં હિરોશિમામાં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.2006 કોમનવેલ્થ ગેમ્સમાં સમરેશ જંગ સાથે પુરુષોની 25 મીટર સેન્ટર ફાયર પિસ્તોલ (જોડી)માં ગોલ્ડ મેડલ જીત્યો હતો, ડિસેમ્બર 2006ના રોજ એશિયન ગેમ્સમાં 25 મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલ અને 25 મીટર સેન્ટર ફાયર પિસ્તોલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.25 મીટર સેન્ટર ફાયર પિસ્તોલ ઇવેન્ટ જીતીને, રાણાએ 590 પોઈન્ટ મેળવીને વિશ્વ રેકોર્ડની બરાબરી કરી હતી.


