મંગળવાર, જૂન 16, 2026

ઈ-પેપર

મંગળવાર, જૂન 16, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટ : ભાજપે 2027ની વિધાનસભા ચૂંટણી માટે શરૂ કરી સામાજિક સમીકરણોની તૈયારી

રાજકોટ : ભાજપે 2027ની વિધાનસભા ચૂંટણી માટે શરૂ કરી સામાજિક સમીકરણોની તૈયારી

ગુજરાત વિધાનસભાની 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે અત્યારથી જ વિવિધ સમાજોના આગેવાનો સાથે સંપર્ક અને બેઠકોનો દોર શરૂ કર્યો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. ખાસ કરીને રાજ્યના રાજકારણમાં મહત્વનો પ્રભાવ ધરાવતા પાટીદાર સમાજ સાથે સતત સંવાદ જાળવી રાખવા ભાજપ સક્રિય બન્યું છે. રાજકોટમાં આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે કાર્યરત જગદીશ વિશ્વકર્માએ કડવા પાટીદાર સમાજના અગ્રણી અને સિદસર ઉમિયાધામના હાલના પ્રમુખ મૌલેશ ઉકાણી સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી.

રાજકીય નિરીક્ષકોના મતે, પાટીદાર સમાજ ગુજરાતની અનેક બેઠકો પર નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તેથી ભાજપ દ્વારા કડવા અને લેઉઆ પાટીદાર સમાજના આગેવાનો સાથે અલગ-અલગ સ્તરે સંવાદ વધારવાના પ્રયાસો થઈ રહ્યા છે. તાજેતરમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સાથે બેઠક કરી હતી, જે બાદ આ બેઠકોને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ભાજપ 2027ની ચૂંટણી પહેલાં લેઉઆ અને કડવા પાટીદાર સમાજ વચ્ચે સંતુલન જાળવી બંને વર્ગોમાં પોતાની પકડ વધુ મજબૂત બનાવવા પ્રયાસ કરી રહ્યું છે. આગામી સમયમાં સમાજના અન્ય આગેવાનો સાથે પણ બેઠકો યોજાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે ભાજપ તરફથી આ બેઠકોને સામાન્ય સૌજન્ય મુલાકાત તરીકે રજૂ કરવામાં આવી રહી છે, પરંતુ ચૂંટણી પૂર્વે વધતી રાજકીય ગતિવિધિઓને કારણે આ મુલાકાતો ચર્ચાનો વિષય બની છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર