ગુરુવાર, જૂન 4, 2026

ઈ-પેપર

ગુરુવાર, જૂન 4, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટપ્રજ્ઞાચક્ષુને માર મારનાર ચાંગોદરના મહિલા PSI વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ, અમદાવાદ ગ્રામ્ય...

પ્રજ્ઞાચક્ષુને માર મારનાર ચાંગોદરના મહિલા PSI વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ, અમદાવાદ ગ્રામ્ય SPએ મહિલા PSIને સસ્પેન્ડ કર્યા

પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધને માર મારવાના મામલે મહિલા PSI સામે ફરિયાદ, સસ્પેન્ડ કરાયા

અમદાવાદમાં પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધ સાથે પોલીસ અધિકારી દ્વારા મારપીટ કરાયાનો ગંભીર મામલો સામે આવ્યો છે. પ્રજ્ઞાચક્ષુ ગોપાલભાઈ દરજીએ મહિલા PSI સોનલ રાઠોડ વિરુદ્ધ ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ચાંગોદર પોલીસ મથકે ફરજ બજાવતા PSI સોનલ રાઠોડે ગોપાલભાઈ સાથે ગેરવર્તન કરી તેમની સાથે મારપીટ કરી હતી.

મળતી માહિતી અનુસાર, બે દિવસ પહેલાં ગોપાલભાઈએ ચોરીની શંકાના આધારે PSIના પુત્રને ઠપકો આપ્યો હતો અને તેનો હાથ ખેંચ્યો હતો. આ ઘટનાને લઈને બાદમાં PSI સોનલ રાઠોડ ગોપાલભાઈના ઘરે સમાધાન માટે પહોંચ્યા હતા. જોકે ત્યારબાદ મામલો વધુ ઉગ્ર બન્યો હોવાનું સામે આવ્યું છે.

ગોપાલભાઈનો આક્ષેપ છે કે તેમને ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં મહિલા PSI દ્વારા તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી. પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધ સાથે થયેલી આ ઘટનાને લઈને સામાજિક અને માનવ અધિકારના મુદ્દાઓ પણ ઉઠ્યા છે.

ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ મામલાની ગંભીર નોંધ લીધી હતી. પ્રાથમિક તપાસ બાદ ગ્રામ્ય SP દ્વારા PSI સોનલ રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ ઘટનાએ પોલીસની કાર્યપદ્ધતિ સામે અનેક સવાલો ઉભા કર્યા છે. ખાસ કરીને એક પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધ સાથે પોલીસ મથકમાં જ મારપીટ થઈ હોવાના આક્ષેપોને લઈને લોકોમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે. હવે તપાસમાં શું હકીકત સામે આવે છે અને આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર ટકેલી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર