શનિવાર, જૂન 27, 2026

ઈ-પેપર

શનિવાર, જૂન 27, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટ: મવડી બાપા સીતારામ ચોક પાસે જાહેરમાં એક વ્યક્તિ પર હુમલો

રાજકોટ: મવડી બાપા સીતારામ ચોક પાસે જાહેરમાં એક વ્યક્તિ પર હુમલો

રાજકોટ: શહેરના મવડી વિસ્તારમાં આવેલા બાપા સીતારામ ચોક પાસે જાહેરમાં મારામારીની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ કેટલાક આવારા તત્વોએ એક વ્યક્તિને જાહેર રસ્તા પર રોકી ઢોર માર માર્યો હતો. ઘટનાને પગલે થોડા સમય માટે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

જાહેરમાં થયેલી આ મારામારીનો વીડિયો પણ સામે આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાના સમયે આસપાસ લોકોની અવરજવર હોવા છતાં હુમલાખોરો બેફામ બનીને મારકૂટ કરતા રહ્યા હતા. જાહેર રસ્તા પર બનેલી આ ઘટનાથી સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.

હાલ મારામારી પાછળનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર