શુક્રવાર, જૂન 5, 2026

ઈ-પેપર

શુક્રવાર, જૂન 5, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટમાં કોંગ્રેસનો મોંઘવારી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન, શાકભાજીના હાર પહેરી અને ઘોડાગાડીમાં રેલી...

રાજકોટમાં કોંગ્રેસનો મોંઘવારી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન, શાકભાજીના હાર પહેરી અને ઘોડાગાડીમાં રેલી યોજી સરકાર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર

રાજકોટ શહેરમાં વધતી મોંઘવારીના મુદ્દે આજે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અનોખા અંદાજમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભાજપ સરકારની નીતિઓના કારણે સામાન્ય જનતા પર સતત મોંઘવારીનો બોજ વધી રહ્યો હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ બહુમાળી ભવન ચોકથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી હતી.

વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ શાકભાજીના હાર પહેરી મોંઘવારીથી પરેશાન જનતાની વ્યથા વ્યક્ત કરી હતી. સાથે જ કેટલાક કાર્યકરોએ પ્રતિકાત્મક રીતે જેલનું માળખું બનાવી તેમાં બેસીને સરકારની નીતિઓને કારણે પ્રજા આર્થિક રીતે કેદ બની ગઈ હોવાનો સંદેશ આપ્યો હતો. વધુમાં ઘોડાગાડી પર બેસી રેલી કાઢી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.

રેલી દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પેટ્રોલ-ડીઝલ, રસોઈ ગેસ, શાકભાજી તેમજ જીવનજરૂરી ચીજવસ્તુઓના સતત વધી રહેલા ભાવને લઈને સરકારને ઘેરી હતી. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે મોંઘવારીના કારણે મધ્યમવર્ગ અને ગરીબ વર્ગના લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે, પરંતુ સરકાર આ મુદ્દે ગંભીરતા દાખવી રહી નથી.

રેલી કલેક્ટર કચેરીએ પહોંચ્યા બાદ કોંગ્રેસના પ્રતિનિધિમંડળે રાજ્યપાલને સંબોધિત આવેદનપત્ર જિલ્લા તંત્રને સોંપી મોંઘવારી પર નિયંત્રણ લાવવા તેમજ સામાન્ય જનતાને રાહત મળે તેવા પગલાં ભરવાની માંગ કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર