શુક્રવાર, મે 1, 2026

ઈ-પેપર

શુક્રવાર, મે 1, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયઆજે ગુજરાતનો 66મો સ્થાપના દિવસ, CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતીઓને પાઠવી શુભકામના

આજે ગુજરાતનો 66મો સ્થાપના દિવસ, CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતીઓને પાઠવી શુભકામના

ગીરના ખજુરી નેસમાં મંજૂરી વગર ‘સંસ્કૃતિ દર્શન’ કાર્યક્રમથી વિવાદ

અમરેલી જિલ્લામાં આવેલા ગીર જંગલના જાણીતા ખજુરી નેસ વિસ્તારમાં મંજૂરી વગર ‘સંસ્કૃતિ દર્શન’ કાર્યક્રમ યોજવાના મુદ્દે વિવાદ ઊભો થયો છે. ધારી ગીર પૂર્વના જસાધાર રેન્જ હેઠળ આવેલા આ નેસમાં કાર્યક્રમ અંગેની પત્રિકા વાયરલ થતાં અનેક સવાલો ઉઠ્યા છે. પત્રિકામાં બહારથી મહેમાનોને આમંત્રિત કરવાના, ગીરના જંગલમાં રાત્રી રોકાણ તેમજ ભજન-ડાયરાઓ યોજવાના ઉલ્લેખથી પ્રકૃતિ સંરક્ષણના નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનો આક્ષેપ છે. ખાસ કરીને પ્રતિબંધિત વિસ્તારમાં આવેલા નેસડામાં આવા કાર્યક્રમને મંજૂરી કેવી રીતે મળી તે મુદ્દે ચર્ચા તેજ બની છે. પત્રિકામાં પરષોત્તમ રૂપાલા અને રાજ્યના પૂર્વ વનમંત્રી મુલુ બેરા સહિત કલાકારોની હાજરીનો પણ ઉલ્લેખ છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન જળ ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે ધારી ગીર પૂર્વના DCF વિકાસ યાદવે આયોજકોને નોટિસ ફટકારી છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે.

કચ્છઃ દાદા સાથે ઘર નજીક રસ્તો ક્રોસ કરી રહેલા પૌત્રને કારે મારી ટક્કર

કચ્છ જિલ્લામાં દુર્ઘટનાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘર નજીક રસ્તો ક્રોસ કરી રહેલા દાદા સાથેના પૌત્રને એક કારએ ટક્કર મારી હતી. આ અકસ્માત મોટાપીર રોડ પર મુસ્લિમ ચોકડી નજીક સર્જાયો હતો, જેની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. અકસ્માતમાં પૌત્ર ગંભીર રીતે ઘાયલ થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

મધ્ય પ્રદેશઃ જબલપુરના ક્રુઝ દુર્ઘટનાનો મૃત્યુઆંક વધીને 6 પર પહોંચ્યો

મધ્ય પ્રદેશના જબલપુર નજીક આવેલા બરગી ડેમમાં થયેલી ક્રુઝ દુર્ઘટનાએ ચિંતા ફેલાવી છે. પર્યટકોથી ભરેલી ક્રુઝ ગઇકાલે ડેમના પાણીમાં ડૂબી જતા અત્યાર સુધીમાં 6 લોકોનાં મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે હજુ પણ 9 લોકો લાપતા હોવાનું જણાવવામાં આવે છે. દુર્ઘટના સમયે ક્રુઝમાં કુલ 31 લોકો સવાર હતા, જેમાંથી 22 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. લાપતા લોકોની શોધખોળ માટે રેસ્ક્યૂ ઑપરેશન સતત ચાલુ છે. આ ક્રુઝનું સંચાલન મધ્ય પ્રદેશ પર્યટન નિગમ દ્વારા કરવામાં આવે છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર