બુધવાર, એપ્રિલ 29, 2026

ઈ-પેપર

બુધવાર, એપ્રિલ 29, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતસ્થાનિક સ્વરાજમાં ભાજપની જીત પર ભાજપનો વિજયોત્સવ,CM ભુપેન્દ્ર પટેલ જીતનો શ્રેય ગુજરાતના...

સ્થાનિક સ્વરાજમાં ભાજપની જીત પર ભાજપનો વિજયોત્સવ,CM ભુપેન્દ્ર પટેલ જીતનો શ્રેય ગુજરાતના લોકોને આપ્યો

સુરત: દારૂ ઘુસાડવાના નવા કીમીયાનો પર્દાફાશ

સુરતમાં દારૂની હેરફેર માટે અપનાવવામાં આવેલો નવો કીમિયો પોલીસે પર્દાફાશ કર્યો છે. બોલેરો વાહનની અંદર લોખંડના બનાવટના રોલ તૈયાર કરી તેમાં દારૂ છુપાવી શહેરમાં સપ્લાય કરવામાં આવતો હતો. લસકાણા પોલીસે બાતમીના આધારે ભાગ્યલક્ષ્મી કમ્પાઉન્ડમાં ઉભેલી બોલેરોની તપાસ કરતાં આ ગેરકાયદે જથ્થો ઝડપાયો હતો. પોલીસે અંદાજે રૂ. 9.31 લાખની કિંમતની 5 હજારથી વધુ દારૂની બોટલો જપ્ત કરી છે. સાથે જ બોલેરો પણ કબજે લઈ ફરાર આરોપીને ઝડપી પાડવા માટે તપાસ અને શોધખોળ તેજ કરવામાં આવી છે.

સવારે 9 વાગ્યા સુધીમાં બંગાળમાં 18.39% મતદાન

બંગાળમાં બમ્પર મતદાન ચાલુ છે. સવારે 9 વાગ્યા સુધીમાં મતદાન 18.39% સુધી પહોંચી ગયું છે.

ગીર સોમનાથના તાલાલામાં રાજકીય રસાકસી, કોંગ્રેસ ઉમેદવારોને ઑફરોના આક્ષેપ

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં ચૂંટણી પરિણામો બાદ રાજકીય હલચલ તેજ બની છે. તાલુકા પંચાયતની 18 બેઠકોમાં ભાજપને 9, AAPને 7 અને કોંગ્રેસને 2 બેઠકો મળતા હવે સત્તા સંતુલનમાં કોંગ્રેસના ઉમેદવારો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે તેવી સ્થિતિ ઉભી થઈ છે. સેમરવવા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર હિતેષ વાજાના ભાઈ અને પ્રતિનિધિ રોહિત વાજાએ આક્ષેપ કર્યો છે કે ગઈકાલથી જ ભાજપ અને AAP તરફથી તેમને લાખોની ઑફરો આપવામાં આવી રહી છે. ખાસ કરીને ભાજપ તરફથી ઑફર અપાયાનો દાવો પણ તેમણે કર્યો છે. જોકે, રોહિત વાજાએ સ્પષ્ટ કહ્યું છે કે કોંગ્રેસના ઉમેદવારો વેચાઉ નથી અને અંતિમ નિર્ણય કોંગ્રેસના મોવડી મંડળના માર્ગદર્શન મુજબ લેવામાં આવશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર