અંબાલાલ પટેલની આગાહીઃ આગામી 29-30 એપ્રિલની આસપાસ તાપમાનમાં થોડો ઘટાડો થવાની સંભાવના
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગરમીના પારાને લઈને નવી આગાહી કરી છે. આજે ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે તેમ જણાવ્યું છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તાપમાન 42 થી 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ઉંચું તાપમાન અને પવનનો પ્રભાવ જોવા મળશે. આગામી 29-30 એપ્રિલની આસપાસ તાપમાનમાં થોડો ઘટાડો થવાની સંભાવના રહેલી છે. મે મહિનાની શરૂઆતમાં હવામાનમાં પલટો આવી શકે છે. અને ક્યાંક છાંટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
રાજકોટ મ્યુ. કોર્પો.ની ચૂંટણીમાં ભાજપની અનેક પેનલ તુટવાનો ભય, ગત ચૂંટણી કરતા 50,000 મત ઓછા પડ્યા
રાજકોટ મહાનગરપાલિકાની ગઈકાલે સંપન્ન થયેલ ચૂંટણીમાં ગત ચૂંટણીની સરખામણીએ 50,000 મત ઓછા પડ્યા છે. ઓછા મતદાનથી ભાજપની ચિંતામાં વધારો થયો છે. ગત ટર્મ કરતા ૫૦ હજારથી વધારે મતો ઓછા પડ્યા હતો. ઓછા મતદાનથી ભાજપને નુકસાન થવાની ભિતી છે. અનેક વોર્ડમાં ક્રોસ વોટીંગથી ભાજપની ચિંતા વધી છે. વોર્ડ નંબર 2, 4, 6, 8, 10, 16, 17 અને 18 માં ક્રોસ વોટીંગનો ભય સતાવી રહ્યો છે. અનેક વોર્ડમાં ભાજપની પેનલ તૂટે તેવી શક્યતાઓ છે.
ધોરાજીમાં હીટવેવની અસર, સિવિલ હોસ્પિટલમાં OPD 700 દર્દીઓથી વધ્યાં
રાજકોટના ધોરાજીમાં હીટવેવની અસર જોવા મળી છે. હિટવેવની અસરથી ધોરાજી આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે. સિવિલ હોસ્પિટલમાં હાલ દર્દીઓની સંખ્યામાં થયો વધારો. દરરોજની OPD 700 દર્દીઓને પાર. ભારે તાપમાનને કારણે તાવ અને ચક્કર ઊલટીના દર્દીઓ વધ્યા. સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો. સિવિલ હોસ્પિટલમાં હિટસ્ટ્રોકના દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા. હિટવેવની આગાહીના પગલે સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ 24 કલાક સ્ટેન્ડ બાય. તમામ દવા અને ઈન્જેક્શનનો જથ્થો પણ ઉપલબ્ધ કરાયો. સિવિલ હોસ્પિટલમાં દરેક વોર્ડમાં ORS પોઈન્ટ ઉપલબ્ધ કરાયા. બપોરે 12 થી સાંજે 5 વાગ્યા સુધી કામ વગર બહાર ના નીકળવા સિવિલ હોસ્પિટલના અધિક્ષકની અપીલ
કેન્દ્ર સરકારે અશોક ચૌધરીને બનાવ્યા સરદાર પટેલ કો. ઓપરેટિવ ડેરી ફેડરેશનના ડિરેક્ટર
ભારત સરકારના સહકાર મંત્રાલય દ્વારા અશોક ચૌધરીને સરદાર પટેલ કો. ઓપરેટિવ ડેરી ફેડરેશનના ડિરેક્ટર બનાવ્યા છે. દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીની SPCDFના ડિરેક્ટર તરીકે કરાઈ નિમણૂક. કેન્દ્રના સહકાર મંત્રાલય દ્વારા કરાઈ છે સરદાર પટેલ કો. ઓપરેટિવ ડેરી ફેડરેશન (SPCDF) ની સ્થાપના. કેન્દ્રના સહકાર વિભાગ દ્વારા અશોક ચૌધરીની કરવામાં આવી નિમણુક. કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહ સંભાળી રહ્યા છે આ તમામ વિભાગ. અશોક ચૌધરી અમુલ ફેડરેશનના પણ છે ચેરમેન.


